Get News Alerts

Never miss breaking news updates.

એબીએસથી ઈ-રિક્શા બંધ કરતું 'BAT BMS' એપ હટાવવાનો કેન્દ્રનો મોટો નિર્ણય

ઈ-રિક્શા ચાલકો અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. રસ્તા પર ચાલતા ઈ-રિક્શાને દૂરથી જ બંધ કરી શકતા 'BAT BMS' એપને લઈને ઊભી થયેલી ગંભીર સુરક્ષા ચિંતાઓ બાદ કેન્દ્રના આઈટી મંત્રાલયે Google Play Store અને Apple App Store પરથી આ એપને તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 03 Jul 2026 12:49 PM IST
એબીએસથી  ઈ-રિક્શા બંધ કરતું 'BAT BMS' એપ હટાવવાનો કેન્દ્રનો મોટો નિર્ણયએબીએસથી  ઈ-રિક્શા બંધ કરતું 'BAT BMS' એપ હટાવવાનો કેન્દ્રનો મોટો નિર્ણય

ફાઈલ ફોટો

નવી દિલ્હી: ઈ-રિક્શાને દૂરથી જ બંધ કરી શકતા 'BAT BMS' એપને લઈને ઊભી થયેલી સુરક્ષા ચિંતાઓ બાદ કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્રના આઈટી મંત્રાલયે Google Play Store અને Apple App Store પરથી આ એપને તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થયા હતા, જેમાં મોબાઇલમાં BAT BMS એપનો ઉપયોગ કરીને બ્લૂટૂથ મારફતે ચાલતા ઈ-રિક્શાને 10થી 15 મીટરના અંતરેથી જ બંધ કરી દેવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાએ મુસાફરો અને ડ્રાઇવરોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા.

માહિતી અનુસાર, અનેક સસ્તા ઈ-રિક્શામાં વપરાતા ચીની **Battery Management System (BMS)**માં બ્લૂટૂથ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી કોઈપણ વ્યક્તિ આ એપ દ્વારા સરળતાથી કનેક્ટ થઈ શકે છે. ત્યારબાદ બેટરીનો ડિસ્ચાર્જ સ્વિચ બંધ કરી દેવાતા મોટર સુધી વીજ પુરવઠો અટકી જાય છે અને ઈ-રિક્શા રસ્તા પર જ બંધ થઈ જાય છે.

આ સંભવિત દુરુપયોગ અને જાહેર સુરક્ષા માટેના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગૂગલ અને એપલને એપ સ્ટોર પરથી BAT BMSને દૂર કરવા સૂચના આપી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.