શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,550ની નીચે



શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,550ની નીચે



Stock Market Crash: અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીને કારણે હાહાકાર મચી ગયો હતો. સવારે મામૂલી વધારા સાથે ખુલેલા બજાર પર બપોર સુધીમાં રીંછ (Bears) એ એવી પકડ જમાવી કે દલાલ સ્ટ્રીટ પર લોહીની નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ચારેબાજુથી આવેલી વેચવાલીના દબાણમાં સેન્સેક્સ અંદાજે 1,100 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 23,550ની સપાટી નીચે સરકીને બંધ થયો હતો. બજારમાં આવેલા આ અચાનક ભૂકંપને કારણે રોકાણકારોની અંદાજે 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધોવાઈ ગઈ છે.
સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો
ટ્રેડિંગના અંતે NSE નો મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી 50 વેચવાલીના દબાણમાં ખરાબ રીતે તૂટીને 23,550 ના સ્તરની નીચે બંધ થયો હતો. મોટા શેરોની સાથે આજે બ્રોડર માર્કેટમાં પણ પેનિક સેલિંગ જોવા મળ્યું હતું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 1.4 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ ઘટીને બંધ થયો હતો.
ઓટો અને મેટલ શેરો ઓલવાયા
આજના કારોબારમાં આઈટી (IT) સેક્ટરને બાદ કરતાં બજારના તમામ સેક્ટર્સ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. બજારને નીચે ખેંચવામાં ઓટો, મેટલ, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સનો મોટો ફાળો રહ્યો હતો, જે તમામ અંદાજે 2-2 ટકા ઘટીને બંધ થયા હતા.
- ટોપ લૂઝર્સ: આઈશર મોટર્સ, ઈન્ડિગો, પાવર ગ્રીડ કોર્પોરેશન, ONGC અને બજાજ ઓટોના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
- ટોપ ગેનર્સ: આ ઘટાડા વચ્ચે પણ ટેક મહિન્દ્રા, HCL ટેક્નોલોજીસ, વિપ્રો અને L&T ના શેર લીલા નિશાનમાં ટકી રહ્યા હતા.
બજારમાં અચાનક ઘટાડો આવવાના કારણો
નિષ્ણાતોના મતે શુક્રવારે બજાર તૂટવા પાછળ નીચે મુજબના મુખ્ય કારણો જવાબદાર રહ્યા છે:
પ્રોફિટ બુકિંગ: વીકેન્ડ પહેલા રોકાણકારોએ કરેલી ભારે નફાખોરીને કારણે બજાર તૂટ્યું હતું.
વૈશ્વિક સમાચાર: અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર અને હોર્મુઝની સામુદ્રધુનીમાં શિપિંગ ફરી શરૂ થવાના સમાચારે અસ્થિરતા વધારી હતી.
ચિંતાજનક મોનસૂન અનુમાન: હવામાન વિભાગ (IMD) એ ચોમાસાનું અનુમાન ઘટાડીને 90% કર્યું છે, જેનાથી નબળા વરસાદ અને એલ નીનોની આશંકાથી મોંઘવારી વધવાનો ડર પેદા થયો છે.
MSCI ઇન્ડેક્સમાં ફેરફાર: MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં ફેડરલ બેંક અને ઇન્ડિયન બેંક જેવા શેરોનો સમાવેશ થવાને કારણે પણ બજારમાં ઉતાર-ચઢાવ વધ્યો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



