શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,550ની નીચે
Stock Market Crash: અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીને કારણે હાહાકાર મચી ગયો હતો. સવારે મામૂલી વધારા સાથે ખુલેલા બજાર પર બપોર સુધીમાં રીંછ (Bears) એ એવી પકડ જમાવી કે દલાલ સ્ટ્રીટ પર લોહીની નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ચારેબાજુથી આવેલી વેચવાલીના દબાણમાં સેન્સેક્સ અંદાજે 1,100 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 23,550ની સપાટી નીચે સરકીને બંધ થયો હતો.
Rupin Bakraniya