ઇન્ટરનેશનલ મીડિયા કરી રહ્યું છે ધુરંધર-2ની આકરી ટીકા, ક્રિટિક્સે કહ્યું - બર્બર અને ટોક્સિક



ઇન્ટરનેશનલ મીડિયા કરી રહ્યું છે ધુરંધર-2ની આકરી ટીકા, ક્રિટિક્સે કહ્યું - બર્બર અને ટોક્સિક



Dhurandhar 2 Reaction: ડાયરેક્ટર આદિત્ય ધરે બનાવેલી ફિલ્મ ધુરંધર-2 ચારે તરફ ચર્ચાનું કેન્દ્ર બની છે. જ્યારે પહેલીવાર 5 ડિસેમ્બરે ધુરંધર સિનેમાઘરોમાં રિલિઝ થઈ ત્યારે મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. ત્યારબાદ કેટલાક દર્શકોએ મૂવી ખૂબ વખાણ્યું અને કેટલાકે સારી રીતે બનાવવાનો પ્રોપગેન્ડા કહીને નકારી કાઢ્યું હતું. પરંતુ 19 માર્ચે થિયેટર્સમાં ધુરંધર-2 રિલિઝ થયા બાદ એક વર્ગે તેની બર્બરતા, હિંસા અને ગ્રાફિક્સ ઇમેજરીની આકરી ટીકા કરી છે. જેમાં આંતરરાષ્ટ્રીય મીડિયા પણ સામેલ છે.
વિદેશમાં થઈ રહી છે ધુરંધર-2ની આકરી ટીકા
આંતરરાષ્ટ્રીય મીડિયાની ધુરંધર-2 પર પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ન્યૂયોર્ક ટાઇમ્સે પિક્ચર વિશે લખ્યું છએ કે, પહેલી ફિલ્મના ટીકાકારો વિચારી શકે છે કે, આ સિક્વલ દર્શકોને રાષ્ટ્ર કે ધર્મની લાઇનમાં હિંસા પ્રત્યે વધુ ભાવનાહિન બનાવે છે.
તો movieswetextedfor.comએ લખ્યું છે કે, જ્યારે આખા સિનેમાહોલમાં લોકો હિંસા પર હિંસા જોવા મળી છે, ત્યારે લોકોએ આંખો બંધ કરી લીધી હતી અને ડરી જતા હતા. ધુરંધર ધ રિવેન્જમાં એટલી મજા નથી, તેમ છતાં લોકો હોરર જોવા માટે કેમ પડાપડી કરે છે તે સમજાતું નથી.
કલ્ચર મિક્સે લખ્યું છે કે, ધુરંધર ધ રિવેન્જ પહેલી 30 મિનિટ જ રસપ્રદ લાગે છે. પરંતુ ત્યારબાદ માત્ર ચેકલિસ્ટવાળી ભડકાઉ હિંસા બની જાય છે. આ ફિલ્મ પોતાને દેશભક્તિવાળી કહેવડાવે છે, પરંતુ તેમાં દેખાડવામાં આવેલી બર્બરતા અને ટોક્સિસિટી રાષ્ટ્રવાદને હેરાન કરે તેવી છે.




