Amrit Udyan 2026: જાણો એન્ટ્રી, સમય અને ઓનલાઈન બુકિંગની સંપૂર્ણ માહિતી

Amrit Udyan 2026: રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આવેલું દેશનું પ્રખ્યાત અમૃત ઉદ્યાન ફરી એકવાર સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે ‘અમૃત ઉદ્યાન સમર એન્યુઅલ્સ એડિશન 2026’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર 2026 સુધી લોકો માટે ખુલ્લું રહેશે.
Rahul Desai
Rahul Desai
Amrit Udyan 2026: જાણો એન્ટ્રી, સમય અને ઓનલાઈન બુકિંગની સંપૂર્ણ માહિતીAmrit Udyan 2026: જાણો એન્ટ્રી, સમય અને ઓનલાઈન બુકિંગની સંપૂર્ણ માહિતી

Amrit Udyan 2026: રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આવેલું દેશનું પ્રખ્યાત અમૃત ઉદ્યાન ફરી એકવાર સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે ‘અમૃત ઉદ્યાન સમર એન્યુઅલ્સ એડિશન 2026’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર 2026 સુધી લોકો માટે ખુલ્લું રહેશે.

સમર એન્યુઅલ્સ દરમિયાન મુલાકાતીઓ વિવિધ પ્રકારના ફૂલો અને સુંદર બગીચાઓની મુલાકાત લઈ શકશે. ખાસ વાત એ છે કે અમૃત ઉદ્યાનમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે, પરંતુ મુલાકાતીઓએ અગાઉથી ઓનલાઈન એન્ટ્રી સ્લોટ બુક કરાવવો પડશે.

અમૃત ઉદ્યાનની મુલાકાત માટે મહત્વની માહિતી: 

જાહેર જનતા માટે ખુલવાની તારીખ: 16 ઓગસ્ટ 2026
છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર 2026
સમય: સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી
છેલ્લી એન્ટ્રી: સાંજે 5 વાગ્યે
પ્રવેશ ફી: નિઃશુલ્ક
સોમવારે: જાળવણીના કામને કારણે ઉદ્યાન બંધ રહેશે
એન્ટ્રી અને એક્ઝિટ: ગેટ નંબર 35, નોર્થ એવન્યુ રોડ નજીક
બુકિંગ: ઓનલાઈન સ્લોટ બુકિંગ ફરજિયાત

ઓનલાઈન બુકિંગ કેવી રીતે કરવું?

મુલાકાતીઓએ અમૃત ઉદ્યાનની મુલાકાત માટે અગાઉથી ઓનલાઈન એન્ટ્રી સ્લોટ બુક કરાવવો પડશે. કોઈ ચોક્કસ દિવસ માટેની સ્લોટ બુકિંગ એક દિવસ અગાઉ સવારે 10 વાગ્યે બંધ થઈ જશે. સ્થળ પર તાત્કાલિક બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

મેટ્રોથી પહોંચનારાઓ માટે ખાસ સુવિધા: 

મુલાકાતીઓની સુવિધા માટે સેન્ટ્રલ સેક્રેટરિયેટ મેટ્રો સ્ટેશનથી અમૃત ઉદ્યાનના પ્રવેશદ્વાર સુધી શટલ બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે. આ બસ સેવા સવારે 9:30થી સાંજે 6 વાગ્યા સુધી દર 30 મિનિટના અંતરે ચાલશે.

કયા-કયા બગીચા જોવા મળશે?

અમૃત ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે નક્કી કરાયેલા માર્ગમાં અનેક આકર્ષણો સામેલ છે.

બાલ વાટિકા
પ્લુમેરિયા ગાર્ડન
વડ ગાર્ડન
બોન્સાઈ ગાર્ડન
બબલિંગ બ્રુક
સેન્ટ્રલ લૉન
લૉંગ ગાર્ડન
સર્ક્યુલર ગાર્ડન

વિવિધ પ્રકારના ફૂલો ઉપરાંત મુલાકાતીઓ બબલિંગ બ્રુકમાં પાણીના ઝરણા અને વડ ગાર્ડનમાં આવેલા રિફ્લેક્સોલોજી પાથનો પણ આનંદ લઈ શકશે.

મુલાકાતીઓ માટે અનેક સુવિધાઓ: 

મુલાકાતીઓની સુવિધા માટે સમગ્ર માર્ગ પર પીવાનું પાણી, ટોયલેટ, ફર્સ્ટ એડ અને મેડિકલ સર્વિસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વરસાદથી બચવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મુલાકાતીઓને મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક ચાવી, પર્સ અથવા હેન્ડબેગ, પાણીની બોટલ તેમજ નાના બાળકો માટે દૂધની બોટલ લઈ જવાની મંજૂરી રહેશે.

રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતની પણ તક: 

અમૃત ઉદ્યાન ઉપરાંત લોકો મંગળવારથી રવિવાર સુધી રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમની મુલાકાત પણ લઈ શકશે. દર શનિવારે રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટ ખાતે યોજાતી નિહાળી શકાશે.

આ રીતે 16 ઓગસ્ટથી શરૂ થનાર અમૃત ઉદ્યાન સમર એડિશન દિલ્હી આવનારા પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે ખાસ આકર્ષણ બની રહેશે.