યોગ દિવસ પર અમદાવાદમાં અમિત શાહે કર્યા યોગાસન



યોગ દિવસ પર અમદાવાદમાં અમિત શાહે કર્યા યોગાસન



અમદાવાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે અમદાવાદમાં આયોજિત જાહેર યોગ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મોટી સંખ્યામાં હાજર રહેલા નાગરિકો સાથે યોગાભ્યાસ કરીને યોગના મહત્વનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે યોગ ભારતની એવી અમૂલ્ય ભેટ છે, જે સમગ્ર માનવજાતના મન, શરીર અને આત્માના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. યોગ માત્ર કસરત નથી, પરંતુ જીવનને સંતુલિત અને સ્વસ્થ બનાવવાનો માર્ગ છે.
અમદાવાદમાં યોજાયેલા યોગ સત્રમાં વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ યોગમય બન્યું હતું અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો.
વિશ્વભરમાં કરોડો લોકો યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ યોગ પ્રત્યે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક આરોગ્યને થતા ફાયદાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.




