અમિત શાહ 27 જૂને ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં ‘ભારત ટેક્સી’ સેવાનો કરશે શુભારંભ



ફાઈલ ફોટો
અમિત શાહ 27 જૂને ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં ‘ભારત ટેક્સી’ સેવાનો કરશે શુભારંભ



ફાઈલ ફોટો
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ 27 જૂન 2026ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
પ્રવાસની શરૂઆતમાં અમિત શાહ ભારતની સૌપ્રથમ ડ્રાઇવર માલિકીની સરકારી ટેક્સી સેવા "ભારત ટેક્સી"ના ગુજરાતમાં શુભારંભ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે ગાંધીનગરના સેક્ટર-13 સ્થિત મહાકાલા મંદિર ખાતે યોજાશે.
ત્યારબાદ બપોરે 12:45 કલાકે તેઓ જિલ્લા કક્ષાની District Development Coordination and Monitoring Committee (DDMC) ની બેઠકમાં ભાગ લેશે. આ બેઠક ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાશે, જેમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે.
સાંજે 4:45 કલાકે અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ ચાલી રહેલા "સામુહિક વૃક્ષારોપણ" અભિયાનની કામગીરીની સમીક્ષા બેઠકમાં હાજરી આપશે. આ બેઠક અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ એનેક્સીમાં યોજાશે.
પ્રવાસના અંતિમ તબક્કામાં સાંજે 6:30 કલાકે તેઓ સાંસદશ્રીના વિધાનસભા લોકદરબારમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ રાણીપ સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાશે, જ્યાં સ્થાનિક નાગરિકો અને કાર્યકરો સાથે સંવાદ કરશે.
અમિત શાહના આ પ્રવાસને લઈને ભાજપ કાર્યકરો અને સ્થાનિક સંગઠનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




