‘નો બિગ ડીલ’થી લઈને ‘તબાહી’ સુધી... અપાચે હેલિકોપ્ટર હમલા અંગે ટ્રમ્પનું વલણ કેમ બદલાયું?



‘નો બિગ ડીલ’થી લઈને ‘તબાહી’ સુધી... અપાચે હેલિકોપ્ટર હમલા અંગે ટ્રમ્પનું વલણ કેમ બદલાયું?



America Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના પડઘમ ગાજ્યાં છે. ત્યારે ઇરાન પર અમેરિકન સૈન્યના હુમલા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વર બદલાયો હોય તેવું લાગે છે. શરૂઆતમાં ટ્રમ્પે આ ઘટનાને નાની ગણાવી હતી, પરંતુ હવે તેઓ આક્રમક મૂડમાં દેખાય છે.
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક અમેરિકન લશ્કરી અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. ટ્રમ્પે શરૂઆતમાં આ હુમલા પર થોડું હળવું વલણ અપનાવ્યું હતું, વધુ કઠોર વલણ અપનાવીને તણાવ વધારવા માગતા ન હતા.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ શરૂઆતમાં ઈરાન સામે બદલો લેવા માટે અનિચ્છા ધરાવતા હતા. તેમણે આગ્રહ કર્યો કે, પાઇલટ્સ બરાબર છે. ટ્રમ્પે આ હુમલાને નાની વાત ગણાવી હતી.
બ્રીફિંગ પછી નિર્ણય બદલાયો
જો કે, વ્હાઇટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ લશ્કરી બ્રીફિંગ બાદ ટ્રમ્પનો મૂડ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. આ બેઠક દરમિયાન હેગસેથ અને જનરલ કેને ટ્રમ્પને ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવાની ભારપૂર્વક ભલામણ કરી હતી. આ બ્રીફિંગ બાદ ટ્રમ્પે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. ટ્રમ્પે પાછળથી કહ્યું કે, અમેરિકાએ આ હુમલાનો જવાબ આપવો જ પડશે, તેમ છતાં તેમણે અગાઉ ચેતવણી આપી હતી કે, જો અમેરિકન સૈનિકોને નિશાન બનાવવામાં આવશે તો તેઓ યુદ્ધ ફરી શરૂ કરવાનું વિચારશે.
યુએસ લશ્કરી હુમલો અને ટ્રમ્પની મોટી ચેતવણી
ટ્રમ્પના આદેશ બાદ યુએસ સેન્ટ્રલ કમાન્ડે સ્વ-બચાવમાં ઈરાન પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. સેન્ટકોમે એક નિવેદન બહાર પાડીને આ હુમલાઓને ઈરાન સામે બદલો લેવાના હુમલા તરીકે વર્ણવ્યા હતા. જો કે, ટ્રમ્પ ‘પ્રતિસાદ’ શબ્દ સાથે અસંમત હતા. મોડી રાત્રે તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટીવી શો ‘ધ વેસ્ટ વિગ’માંથી એક વીડિઓ ક્લિપ પોસ્ટ કરી હતી.
આ ક્લિપમાં સિરિઝના મુખ્ય પાત્ર રાષ્ટ્રપતિ જોસિયા બાર્ટલેટ તેમના લશ્કરી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ દ્રશ્યમાં રાષ્ટ્રપતિ બાર્ટલેટ અમેરિકન સૈનિકો પરના હુમલા સામે પ્રમાણસર લશ્કરી કાર્યવાહી કરવાના વિચારને સંપૂર્ણપણે નકારી કાઢે છે.
તે વીડિયોમાં પ્રખ્યાત વાક્ય રજૂ કરે છે, ‘જો તમે કોઈ અમેરિકન, કોઈપણ અમેરિકનને મારી નાખો છો, તો અમે સમાન જવાબ સાથે પાછા નહીં આવીએ. અમે સંપૂર્ણ વિનાશ સાથે પાછા આવીશું.’
સંપૂર્ણ બળથી હુમલો કરવાની ચેતવણી
આ વીડિયો શેર કરીને ટ્રમ્પે સેનાની વ્યૂહાત્મક કાર્યવાહી પ્રત્યે સીધી નારાજગી વ્યક્ત કરી હતી. આ વીડિયો દ્વારા ટ્રમ્પ ઈરાન અને વિશ્વને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે, તેઓ અમેરિકન સંપત્તિ અથવા સૈનિકો પરના કોઈપણ હુમલાનો ફક્ત બદલો લેવામાં માનતા નથી, પરંતુ તેમની પાસે દુશ્મનનો સંપૂર્ણ નાશ કરવાની શક્તિ અને દૃઢ નિશ્ચય છે.




