Get News Alerts

Never miss breaking news updates.

અમેરિકામાં 30 ભારતીય ટ્રક ડ્રાઇવરોની ધરપકડ: ‘ઓપરેશન ચેકમેટ’ હેઠળ મોટી કાર્યવાહી, ટૂંક સમયમાં ડિપોર્ટેશન

અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયો વસતા 30 ટ્રક ટ્રાઈવરોને ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાએ ઓપરેશન ચેકમેટ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી મુજબ 11 થી 15 મે દરિયાન એરિઝોનના યુમા સેકટરમાં વિશેષ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ 52 લોકોન ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 30 ભારતીય નાગરિકોને સમાવેશ થાય છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Jun 2026 03:56 PM IST
અમેરિકામાં 30 ભારતીય ટ્રક ડ્રાઇવરોની ધરપકડ: ‘ઓપરેશન ચેકમેટ’ હેઠળ મોટી કાર્યવાહી, ટૂંક સમયમાં ડિપોર્ટેશનઅમેરિકામાં 30 ભારતીય ટ્રક ડ્રાઇવરોની ધરપકડ: ‘ઓપરેશન ચેકમેટ’ હેઠળ મોટી કાર્યવાહી, ટૂંક સમયમાં ડિપોર્ટેશન

AI Image

અમેરિકા : અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 30 ભારતીય ટ્રક ડ્રાઇવરોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાની બોર્ડર પેટ્રોલ અને અન્ય ફેડરલ એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવેલા ખાસ અભિયાન ‘ઓપરેશન ચેકમેટ’ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, 11 થી 15 મે દરમિયાન એરિઝોનાના યુમા સેક્ટરમાં આ વિશેષ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં કુલ 52 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી 36 લોકો સેમી-ટ્રક ચલાવતા ઝડપાયા હતા, જેમાં 30 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય લોકો મેક્સિકો, અલ સેલ્વાડોર અને રશિયાના હોવાનું જાણવા મળ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા ડ્રાઇવરો પાસે કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ (CDL) હોવા છતાં તેમની ઇમિગ્રેશન સ્થિતિ ગેરકાયદેસર હતી. કેટલાક પાસે માન્ય લાઇસન્સ પણ નહોતું, જ્યારે કેટલાક અગાઉના રોજગાર પરવાનગી દસ્તાવેજ (EAD) આધારિત રીતે કામ કરતા હતા, જે હવે માન્ય ગણાતા નથી.

અમેરિકન સત્તાવાળાઓએ જણાવ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ટ્રકિંગ ક્ષેત્રમાં નિયમોના ભંગને લઈને દેશમાં કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા પણ નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.

હાલ ધરપકડ કરાયેલા તમામ ભારતીય નાગરિકોને ઇમિગ્રેશન અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને ભારત પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે.

Operation Checkmate અંતર્ગત થયેલી આ કાર્યવાહીથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી કામદારો સામે કડક સંદેશ ગયો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.