Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 12 સમિતિઓના નવા અધ્યક્ષોની જાહેરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તેની વિવિધ 12 મહત્વપૂર્ણ સમિતિઓના નવા અધ્યક્ષોની જાહેરાત કરવામાં આવી છે. શહેરના શાસન અને વિકાસ સાથે જોડાયેલી આ સમિતિઓમાં વિવિધ વોર્ડના પ્રતિનિધિઓને જવાબદારી સોંપવામાં આવી છે. પરાગ નાયકને AMTS સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય સમિતિઓના અધ્યક્ષોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 25 Jun 2026 01:37 PM IST
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 12 સમિતિઓના નવા અધ્યક્ષોની જાહેરાતઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 12 સમિતિઓના નવા અધ્યક્ષોની જાહેરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગુરુવારે તેની 12 સમિતિઓના નવા અધ્યક્ષોના નામોની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપના પૂર્વ શહેર જનરલ સેક્રેટરી પરાગ નાયકને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

12 સમિતિઓના અધ્યક્ષોની યાદી નીચે મુજબ છે:

  1. પરાગ નાયક : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) સમિતિ
  2. ધર્મશી દેસાઈ (બોડકદેવ) : પાણી પુરવઠા સમિતિ અને સુઅરેજ સમિતિ
  3. જૈનિક વકીલ (પાલડી) : રસ્તા અને બિલ્ડિંગ સમિતિ
  4. દીપક પંચાલ (નિકોલ) : આરોગ્ય અને ઘન કચરા વ્યવસ્થાપન સમિતિ
  5. ભાગ્યેશ પટેલ (જોધપુર) : ટાઉન પ્લાનિંગ સમિતિ
  6. જિતેન્દ્ર ખાચરિયા (સ્ટેડિયમ વોર્ડ) : રિક્રિએશન અને હેરિટેજ સમિતિ
  7. વિપુલ પટેલ (નરોડા) : કાયદા સમિતિ
  8. મુકેશ પટેલ (વિરાટનગર) : રેવન્યુ સમિતિ
  9. ડૉ. ચાંદની પટેલ (લંબા) : હોસ્પિટલ સમિતિ
  10. હિતેન્દ્ર પરમાર (શાહપુર)  મટીરિયલ મેનેજમેન્ટ સમિતિ
  11. દર્શન શાહ (નારણપુરા)  હાઉસિંગ અને સુધારણા સમિતિ
  12. ડિમ્પલબેન વર્ધાયાની (નરોડા) : મહિલા અને બાળ વિકાસ સમિતિ

 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.