Get News Alerts

Never miss breaking news updates.

રૂપિયો ઓલ ટાઇમ લો, ડોલરની સામે 95.43 પર પહોંચ્યો

All Time Low Rupee: ભારતીય રૂપિયો ડોલરના મુકાબલે આજે ઓલ-ટાઇમ લો પર છે. મંગળવારની શરૂઆતમાં 20 પૈસા તૂટીને અમેરિકન ડોલરના મુકાબલે 95.43 પર પહોંચ્યો હતો.
Admin
AdminUpdated on: 05 May 2026 12:11 PM IST
રૂપિયો ઓલ ટાઇમ લો, ડોલરની સામે 95.43 પર પહોંચ્યોરૂપિયો ઓલ ટાઇમ લો, ડોલરની સામે 95.43 પર પહોંચ્યો

ફાઇલ ફોટો

All Time Low Rupee: ભારતીય રૂપિયો ડોલરના મુકાબલે આજે ઓલ-ટાઇમ લો પર છે. મંગળવારની શરૂઆતમાં 20 પૈસા તૂટીને અમેરિકન ડોલરના મુકાબલે 95.43 પર પહોંચ્યો હતો.

ખાડી દેશમાં અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બજાર અસ્થિર રહે છે. તેને કારણે રૂપિયો દબાણ છે. વિદેશી ચલણના કારોબારીઓએ જણાવ્યું હતું કે, ખાડી દેશોમાં અસ્થિરતાને કારણે રોકાણકારોની ચિંતાને લીધે સુરક્ષિત રોકાણના વિકલ્પો તરફ ભાર વધી રહ્યો છે અને મોટી માત્રામાં ચલણ જઈ રહ્યું છે, તેને કારણે અમેરિકી ડોલરને સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે.

વિદેશી ચલણ કારોબારીઓએ જણાવ્યું હતું કે, બ્રેન્ટ ઓઇલની કિંમત 113 ડોલર આસપાસ છે. જેમાં ભારત જેવી તેલ આયાત કરનારી અર્થવ્યવસ્થા દબાણમાં છે. અંતરબેન્ક વિદેશી મુદ્રા વિનિમય બજારમાં રૂપિયો 95.30 પ્રતિ ડોલર પર ખૂલ્યો હતો. જો કે, શરૂઆતના કારોબારમાં 20 પૈસા તૂટીને અમેરિકી ડોલરના પ્રમાણમાં 95.43 પર આવ્યો હતો. રૂપિયો સોમવારે 39 પૈસા તૂટીને અમેરિકી ડોલરના પ્રમાણમાં હાલ સુધીના સૌથી નીચા સ્તરે 95.23 પર બંધ થયો હતો. આ દરમિયાન છ પ્રમુખ મુદ્રાઓના પ્રમાણમાં અમેરિકી ડોલરની સ્થિતિ દર્શાવનારો સૂચકાંક 0.15 ટકાના વધારા સાથે 98.51 પર રહ્યો હતો.

શેરમાર્કેટની વાત કરીએ તો, શરૂઆતમાં સેનસેક્સ 361.62 પોઇન્ટ તૂટીને 76,907.78 અંક પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 134.90 અંક તૂટીને 23,980.60 અંક પર પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય માનક બ્રેન્ટ ક્રૂડનો ભાવ 1.07 ટકાના ઘટાડા સાથે 113.22 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યો હતો.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.