અજિત પવારની જન્મજયંતિએ વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ, સેવાઓને કરી યાદ

મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાજ્યના વિકાસમાં તેમના યોગદાનને યાદ કર્યું. વિવિધ નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને તેમના જાહેર જીવન અને કાર્યશૈલીની પ્રશંસા કરી.
Growth Now News
Growth Now News
અજિત પવારની જન્મજયંતિએ વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ, સેવાઓને કરી યાદઅજિત પવારની જન્મજયંતિએ વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ, સેવાઓને કરી યાદ

મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાજ્યના વિકાસમાં તેમના યોગદાનને યાદ કર્યું. વિવિધ નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને તેમના જાહેર જીવન અને કાર્યશૈલીની પ્રશંસા કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અજિત પવારે સમાજસેવા અને મહારાષ્ટ્રના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે સમાજના તમામ વર્ગોમાં તેમને વિશેષ સન્માન મળતું હતું અને રાજ્યમાં એનડીએ સરકાર તેમના વિઝનને સાકાર કરવા માટે સતત કાર્યરત છે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે મહારાષ્ટ્રના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને સ્પષ્ટવક્તા, મજબૂત નેતૃત્વ અને અસરકારક વહીવટી ક્ષમતા ધરાવતા લોકપ્રિય નેતા તરીકે યાદ કર્યા. તેમણે જણાવ્યું કે લોકો કેન્દ્રિત તેમની નેતૃત્વ શૈલીએ રાજ્યના વિકાસમાં કાયમી યોગદાન આપ્યું છે.

ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના સંદેશમાં જણાવ્યું કે અજિત પવારનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. તેમણે કાર્યકર્તાઓનું સંચાલન, સમયપાલન અને કાર્યપ્રતિની તેમની પ્રતિબદ્ધતાને યાદ કરતાં કહ્યું કે મહારાષ્ટ્રના વિકાસ માટે તેમણે જોયેલા સપનાઓને સાકાર કરવું જ તેમની પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

નેતાઓએ એકમતથી જણાવ્યું કે અજિત પવારના વિચારો, નેતૃત્વ અને જાહેર જીવનમાં આપેલા યોગદાનને મહારાષ્ટ્ર લાંબા સમય સુધી યાદ રાખશે.