વોટ્સએપ લાવે છે નવું ફીચર, હવે પ્રાઇવસી બનશે વધુ સારી



વોટ્સએપ લાવે છે નવું ફીચર, હવે પ્રાઇવસી બનશે વધુ સારી



WhatsApp New Feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. જેનાથી યૂઝર્સને સિક્રેટ મેસેજ મોકલવામાં મદદ મળશે. હવે ટેક્સ્ટ મેસેજ સાથે વ્યૂવંસ ફીચરનો સપોર્ટ ઉમેરવામાં આવ્યો છે. તેની જાણકારી વોટ્સએપના અપકમિંગ ફીચરને ટ્રેક કરવાવાળી વેબસાઇટ Webetainfoએ આપી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. હજુ સુધી તેને બીટા વર્ઝન માટે પણ મૂકવામાં આવ્યું નથી. પહેલાં આ ફીચર માત્ર ફોટો-વીડિયો મોકલવા માટે જ વપરાતું હતું. જ્યારે હવે કંપનીએ તેને ટેસ્ક્ટ મેસેજમાં સામેલ કર્યું છે.
એક વખત મેસેજમાં વ્યૂવન્સ સપોર્ટ આવ્યા પછી યુઝર્સ અન્ય કોઈ યુઝર્સને સિક્રેટ મેસેજ મોકલી શકે છે. ત્યારબાદ રિસિવર મેસેજ વાંચી લે પછી તે મેસેજ ઓટોમેટિક ડિલીટ થઈ જશે.
મેસેજનો સ્ક્રિનશોટ પણ નહીં લઈ શકે
WhatsApp પર વ્યૂવન્સ ફીચર અંતર્ગત રિસિવ થનારા મેસજનો ના સ્ક્રિનશોટ લેવાશે કે ના એકવખતથી વધારે વાર જોઈ શકાશે. આ ફીચર ખૂબ જ ખાસ છે. ઘણા સમયથી આ ફીચરની રાહ જોવામાં આવતી હતી અને લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, હવે આ ફિચર ડેવલપમેન્ટ ફેઝમાં છે.
વોટ્સએપનું વ્યૂવન્સ ફિચર કેવી રીતે કામ કરશે?
Webetainfoએ એક સ્ક્રિનશોટ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે વ્યૂવન્સ ફીચર કેવી રીતે કામ કરશે. એકવાર સેન્ડર વ્યૂવન્સ મેસેજ મોકલશે, ત્યારબાદ રિસિવર દ્વારા મેસેજ જોઈ લે પછી મેસેજ ઓટોમેટિક ડિલીટ થઈ જ છે. વોટ્સએપ સતત તેના પ્લેટફોર્મમાં નવા નવા ફિચર્સ સામેલ કરે છે. મેટાએ સિમ્પલ યૂઝર્સ ઇન્ટરફેસમાં ઘણાં ફિચર્સ સામેલ કર્યા છે. જો કે, રિપોર્ટમાં વોટ્સએપના ટેક્સ્ટ મેસેજ સાથે મળનારા વ્યૂવન્સના લોન્ચિંગ ટાઇમલાઇનનો ઉલ્લેખ કર્યો નથી.




