સુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી, અમિત શાહે કહ્યું - દાએ દીદીને તેમના ઘરમાં હરાવ્યાં



ફાઇલ ફોટો
સુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી, અમિત શાહે કહ્યું - દાએ દીદીને તેમના ઘરમાં હરાવ્યાં



ફાઇલ ફોટો
West Bengal New CM: પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી અને ભાજપના પહેલા CM તરીકે સુવેન્દુ અધિકારીના નામની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નામની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી દળના નેતા તરીકે સુવેન્દુ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે.
આજે સાંજે 6.30 વાગ્યે સુવેન્દુ અધિકારી બંગાળના રાજ્યપાલ આરએન રવિને મળશે અને સરકાર રચવાનો દાવો રજૂ કરશે. ત્યારબાદ સુવેન્દુ અધિકારી આવતીકાલે સવારે 11 વાગ્યે કોલકાતામાં આવેલા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.
ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા પછી સુવેન્દુ અધિકારીએ પાર્ટી નેતૃત્વ અને નવા બનેલા ધારાસભ્યોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યુ કે, મારા પર ભરોસો મૂકવા માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો દીલથી આભાર માનું છું.
અસમ-બંગાળમાં હવે ઘુસણખોરી નહીં થઈ શકેઃ અમિત શાહ
કોલકાતામાં નવા બનેલા ધારાસભ્યોને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યુ હતુ કે, અસમમાં ઘુસણખોરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. હવે બંગાળમાં પણ એ જ થશે અને અહીં પણ ગેરકાયદેસર ઘુસણખોરીને સંપૂર્ણ રીતે અસંભવ બનાવી દેવામાં આવશે.
શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું પૂરું થયુંઃ અમિત શાહ
અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે બંગાળની ધરતી પર બીજેપીની સરકાર બનવું એ ડો. મુખર્જીના સંઘર્ષો અને તેમના બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ છે. રાષ્ટ્રવાદનો જે પાયો તેમણે નાંખ્યો હતો, આજે તેના આધારે જ બંગાળમાં પહેલીવાર પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનવા જઈ રહી છે.




