200MP કેમેરા અને 7,000mAh બેટરી સાથે આવી શકે છે Vivo X Fold 6, ફોલ્ડેબલ માર્કેટમાં વધશે સ્પર્ધા



200MP કેમેરા અને 7,000mAh બેટરી સાથે આવી શકે છે Vivo X Fold 6, ફોલ્ડેબલ માર્કેટમાં વધશે સ્પર્ધા



ફોલ્ડેબલ સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહેલા ગ્રાહકો માટે સારા સમાચાર છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર Vivo આ મહિને ચીનમાં પોતાનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 6 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. લોન્ચ પહેલાં જ ડિવાઇસના કેટલાક મહત્વપૂર્ણ ફીચર્સ લીક થયા છે, જેના કારણે ટેક માર્કેટમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
રિપોર્ટ્સ મુજબ Vivo X Fold 6માં શક્તિશાળી MediaTek Dimensity 9500 ફ્લેગશિપ પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફોનમાં 7,000mAhની વિશાળ બેટરી મળવાની શક્યતા છે, જે ફોલ્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરીમાંથી એક ગણાઈ શકે છે. મોટી બેટરી હોવા છતાં કંપની ફોનને સ્લિમ અને હળવા ડિઝાઇન સાથે રજૂ કરી શકે છે.
ફોટોગ્રાફી માટે ફોનમાં 200 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવી શકે છે. તેની સાથે 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ પણ મળવાની શક્યતા છે, જે લાંબા અંતરના ફોટોગ્રાફી અનુભવને વધુ સારો બનાવી શકે છે. અગાઉના લીક્સ મુજબ રિયર કેમેરા સેટઅપમાં 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ પણ સામેલ હોઈ શકે છે.
સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવી શકે છે. જોકે, કંપની તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને અન્ય ફીચર્સ વિશે વધુ માહિતી સામે આવી નથી.
જો લીક થયેલી વિગતો સાચી સાબિત થાય તો Vivo X Fold 6 પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં Samsung અને અન્ય બ્રાન્ડ્સ માટે મજબૂત પડકાર બની શકે છે.




