વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ: સુરતમાં ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું



વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ: સુરતમાં ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું



વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ: સુરતમાં ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન, વિકાસને નવી દિશા મળશે.

સુરત શહેર વિકાસ, નવી વિચારો અને તકો માટે તૈયાર બની રહ્યું છે. આજે વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ અંતર્ગત ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિ રહી હતી. તેમના હસ્તે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં વિવિધ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ દ્વારા નવીનતા અને ટેક્નોલોજીના પ્રદર્શન જોવા મળ્યા.
પ્રદર્શન દરમિયાન વિવિધ સ્ટોલ, નવીન પ્રોડક્ટ્સ અને ઉદ્યોગસાહસિકોના વિચારોનું અનોખું પ્રતિબિંબ જોવા મળ્યું. દક્ષિણ ગુજરાત હવે વિકાસની આગામી લહેરને આગળ ધપાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું સ્પષ્ટ થયું.




