Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટના બે બાઇક રાઇડર લંડન સુધીની સાહસિક યાત્રા પર રવાના

રાજકોટથી શરૂ થઈ નેપાળ, તિબેટ, ચીન, કઝાકિસ્તાન, રશિયા, જ્યોર્જિયા, ટર્કી, બેલગ્રેડ, બુડાપેસ્ટ, ચેક રિપબ્લિક, વિયેના, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સ સહિતના દેશોમાંથી પસાર થઈ અંતે લંડન પહોંચશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 May 2026 03:52 PM IST
રાજકોટના બે બાઇક રાઇડર લંડન સુધીની સાહસિક યાત્રા પર રવાનારાજકોટના બે બાઇક રાઇડર લંડન સુધીની સાહસિક યાત્રા પર રવાના

રાજકોટ: શહેરના બે સાહસિક બાઇક રાઇડર જીવા ભાઈ પરમાર અને એહમદ ચાવડા રાજકોટથી લંડન સુધીની લાંબી અને રોમાંચક બાઇક યાત્રા પર રવાના થવા જઈ રહ્યા છે. આ અનોખી મુસાફરીમાં તેઓ કુલ 49 દિવસમાં લગભગ 17 દેશો પાર કરીને યુનાઇટેડ કિંગડમ પહોંચશે.

આ બાઇક યાત્રા રાજકોટથી શરૂ થઈ નેપાળ, તિબેટ, ચીન, કઝાકિસ્તાન, રશિયા, જ્યોર્જિયા, ટર્કી, બેલગ્રેડ, બુડાપેસ્ટ, ચેક રિપબ્લિક, વિયેના, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સ સહિતના દેશોમાંથી પસાર થઈ અંતે લંડન પહોંચશે.

બન્ને રાઇડર્સ આ યાત્રા દરમિયાન “Save the Battery” અને “Save Soil” જેવા પર્યાવરણ જાગૃતિના સંદેશો ફેલાવશે. તેમનું કહેવું છે કે આ સફર માત્ર સાહસિકતા નથી, પરંતુ વિશ્વને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવાનો પ્રયાસ પણ છે.

લાંબા અંતર અને અનેક દેશોની સરહદો પાર કરતી આ યાત્રા રાજકોટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાઈ રહી છે, જ્યાંથી બે યુવાનો વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવવાની તૈયારીમાં છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.