Sabarkantha: ક્વોરી બ્લાસ્ટિંગથી બાળકોના જીવ જોખમમાં? ઇકો કારનો કાચ તૂટતાં વાલીઓમાં રોષ

Sabarkantha: ઇડરના સાબલી મહાભારત રોડ પર આવેલી સિદ્ધેશ્વરી ક્વોરીમાં બ્લાસ્ટિંગને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્કૂલનાં બાળકોને લઈ જતી ઇકો કારના કાચ પર પડતાં કાચ તૂટી ગયો હતો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 23 Oct 2026 05:50 PM IST
Sabarkantha: ક્વોરી બ્લાસ્ટિંગથી બાળકોના જીવ જોખમમાં? ઇકો કારનો કાચ તૂટતાં વાલીઓમાં રોષSabarkantha: ક્વોરી બ્લાસ્ટિંગથી બાળકોના જીવ જોખમમાં? ઇકો કારનો કાચ તૂટતાં વાલીઓમાં રોષ

Sabarkantha

Sabarkantha: ઇડરના સાબલી મહાભારત રોડ પર આવેલી સિદ્ધેશ્વરી ક્વોરીમાં બ્લાસ્ટિંગને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ક્વોરીમાં બ્લાસ્ટિંગ દરમિયાન પથ્થર ઊડીને સ્કૂલનાં બાળકોને લઈ જતી ઇકો કારના કાચ પર પડતાં કાચ તૂટી ગયો હતો. આ ઘટનાને પગલે કારમાં સવાર બાળકો ગભરાઈ ગયાં હોવાનું સામે આવ્યું છે.

બ્લાસ્ટિંગ દરમિયાન પથ્થર ઉડતાં બાળકોમાં ભય

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ક્વોરીમાં બ્લાસ્ટિંગ દરમિયાન પથ્થરો ઊડીને આસપાસના વિસ્તારમાં પડતા હોવાની ફરિયાદો છે. સ્કૂલનાં બાળકોને લઈ જતી ઇકો કારના કાચ પર પથ્થર પડતાં બાળકોમાં ભય ફેલાયો હતો. વાલીઓનો દાવો છે કે આ ઘટના બાદ બાળકો આ રસ્તે થઈને શાળાએ જવા માટે પણ ના પાડી રહ્યાં છે.

મકાનો ધ્રૂજતાં હોવાની પણ ફરિયાદ

સ્થાનિકોએ સિદ્ધેશ્વરી ક્વોરીમાં જોરદાર બ્લાસ્ટિંગ થતું હોવાનો આક્ષેપ કર્યો છે. બ્લાસ્ટિંગને કારણે આસપાસનાં મકાનો ધ્રૂજી ઊઠતાં હોવાની તેમજ ખેતરોમાં પણ પથ્થરો ઊડીને પડતા હોવાની ફરિયાદો કરવામાં આવી છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાલીઓમાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

બ્લાસ્ટિંગ બંધ કરાવવા વાલીઓની માગ

વાલીઓનો આક્ષેપ છે કે આ અંગે મામલતદાર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. બાળકોની સુરક્ષા જોખમાય નહીં તે માટે ક્વોરીનું બ્લાસ્ટિંગ તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માગ ઊઠી છે.

હવે આ મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને ક્વોરીમાં બ્લાસ્ટિંગ સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં, તેના પર સ્થાનિકોની નજર છે.

આ પણ વાંચો : Gujarat: 55.5 ગીગાવોટ સ્વચ્છ ઊર્જા ક્ષમતા, દેશમાં 2030 સુધી 44 લાખ રોજગારની સંભાવના

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.