Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં ચૂંટણીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 8000થી વધુ જવાનો તૈનાત

અમદાવાદ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા 8000થી વધારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના કારણે મતદાનના દિવસે કોઈપણ અનિચ્છિત ઘટના ના બને તેની તૈયારી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા સુરક્ષાની વ્યવસ્થાની જાતે સમીક્ષા કરવામાં આવી રહી છે. પોલીસની સાથે સાથે 7 એસઆરપી જવાનોની ટૂકડીઓ પણ તૈનાત કરવામાં આવી રહી છે. જ્યા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 Apr 2026 12:57 PM IST
અમદાવાદમાં ચૂંટણીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 8000થી વધુ જવાનો તૈનાતઅમદાવાદમાં ચૂંટણીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 8000થી વધુ જવાનો તૈનાત

અમદાવાદ અમદાવાદમાં આવનારી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાન દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.

શહેરમાં કુલ 1316 બિલ્ડિંગમાં 4172 મતદાન બુથ બનાવવામાં આવ્યા છે. મતદાનના દિવસે મતદારોને કોઈ તકલીફ ન પડે અને તેઓ શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ અને હોમગાર્ડના મળીને અંદાજે 8000 જેટલા જવાનો તૈનાત રહેશે.

પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા સુરક્ષા વ્યવસ્થાની જાતે સમીક્ષા કરવામાં આવી રહી છે. તેઓએ શાહિબાગ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલમાં આવેલા મતદાન બુથની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવશે. 7 SRPની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ડ્રોન દ્વારા પણ દેખરેખ રાખવામાં આવશે.

પોલીસનો દાવો છે કે મતદાન પ્રક્રિયા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.