Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ, રાજકોટ અને વડોદરાને આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

અમદાવાદ રાજકોટ અને વડોદરા શહેરમાં આવેલા આરટીઓ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેને કારણે સમગ્ર આરટીઓને ખાલી કરાઈ દેવામાં આવ્યું છે. જ્યારે અંદર રહેલા કર્મચારીઓ અને ટેસ્ટ આપવા આવેલા લોકોને ઘરમે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અને બોમ્બ સ્કવોડ દ્વારા સર્ચ ઓપરરેશન ચાલુ છે.
Admin
AdminUpdated on: 06 Apr 2026 11:07 AM IST
અમદાવાદ, રાજકોટ અને વડોદરાને આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળીઅમદાવાદ, રાજકોટ અને વડોદરાને આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

AI Image

અમદાવાદ, રાજકોટ અને વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા જ આરટીઓ કચેરીઓને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પણ પરત મોકલી દેવામાં આવ્યા હતા. હાલમાં તમામ આરટીઓમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્થળોએ બોમ્બ ધમકીના ઇમેલ મળવાના બનાવો સામે આવી રહ્યા છે. આજે ફરી એક વખત અમદાવાદ, રાજકોટ અને વડોદરા શહેરની આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઇમેલ મળ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ સમગ્ર આરટીઓને ખાલી કરાવવામાં આવી હતી.

ધમકી મળ્યા બાદ અંદર હાજર કર્મચારીઓ અને ટ્રેક ટેસ્ટ આપવા આવેલા લોકોને તાત્કાલિક બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલ બોમ્બ સ્ક્વોડ દ્વારા આરટીઓમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.