અમદાવાદમાં મતગણતરી દરમિયાન તંગદિલી, એલડી કોલેજે પોલીસ-કાર્યકરો વચ્ચે બબાલ



અમદાવાદમાં મતગણતરી દરમિયાન તંગદિલી, એલડી કોલેજે પોલીસ-કાર્યકરો વચ્ચે બબાલ



અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ કેટલાક સ્થળોએ તંગદિલી અને હોબાળાના બનાવો પણ સામે આવ્યા છે. શહેરના ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે તેમજ સુરતમાં મતગણતરી દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો.
અમદાવાદના એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર પર એક સમયે તંગ વાતાવરણ ઊભું થયું હતું. અહીં પોલીસ અને રાજકીય પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. માહિતી અનુસાર ભાજપના બુથ એજન્ટ પ્રવણસિંહ ડોડિયા અને એક પોલીસ અધિકારી વચ્ચે કોઈ મુદ્દે વિવાદ ઉભો થયો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા પ્રવણસિંહ ડોડિયાને લાફો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે, જેના કારણે થોડા સમય માટે સ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. જોકે, બાદમાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી અને મતગણતરીની પ્રક્રિયા નિયમિત રીતે ચાલુ રાખવામાં આવી હતી.
આ તરફ સુરતમાં મતગણતરી કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના એક ઉમેદવાર પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ એટલે કે ‘ગદ્દારી’ના આક્ષેપોને પગલે બંને પક્ષના કાર્યકરો વચ્ચે પ્રથમ બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હતો. ঘটনાના પગલે સ્થળ પર તણાવનું માહોલ સર્જાયો હતો.
84 2624 બેઠક છે તેમા પરિણામ હાલ 3121 ભાજપે 2542 જીતી છે. અને કોંગ્રેસ 392 જીતી છે. આપે 21 અને 166 જીતી છે.




