Get News Alerts

Never miss breaking news updates.

અરવલ્લીમાં CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી, સુરક્ષિત ઉતરાણ

માહિતી મુજબ મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર માટે અરવલ્લીના વિવિધ વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ સમસ્યા ઉભી થતા પાયલટે સતર્કતા દાખવી સુરક્ષિત રીતે ઉતરાણ કરાવ્યું હતું.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 Apr 2026 04:52 PM IST
અરવલ્લીમાં CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી, સુરક્ષિત ઉતરાણઅરવલ્લીમાં CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી, સુરક્ષિત ઉતરાણ

અરવલ્લી  અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી Bhupendra Patelના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ સાઠંબા અને બાયડ વિસ્તારમાં તેમના પ્રચાર પ્રવાસ દરમિયાન બન્યો હતો.

માહિતી મુજબ મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર માટે અરવલ્લીના વિવિધ વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ સમસ્યા ઉભી થતા પાયલટે સતર્કતા દાખવી સુરક્ષિત રીતે ઉતરાણ કરાવ્યું હતું.

આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી અને મુખ્યમંત્રી સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટના બાદ તાત્કાલિક ટેકનિકલ ટીમ દ્વારા હેલિકોપ્ટરની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને કારણે થોડા સમય માટે કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં મુખ્યમંત્રી દ્વારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ પ્રચાર કામગીરી આગળ વધારવામાં આવી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.