Get News Alerts

Never miss breaking news updates.

વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં અચાનક ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ

વડોદરામાં આવેલા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આજે મોટી ઘટના બની હતી. બસ સ્ટેશનમ પર ઉપરના ભાગનું સ્ટ્રેકચર અચાનક ધારાશાહી થતા. ઘટના સ્થળ પર એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થઈ ગયુ હતુ. આ ઘટના થતા ચારેબાજુ અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. તેના કારણે અનેક લોકો ધાયલ પણ થયા હતા. તેમને સારવાર ખાતે નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
Admin
AdminUpdated on: 10 Apr 2026 03:08 PM IST
વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં અચાનક ધરાશાયી થતા અફરાતફરીનો માહોલવડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં અચાનક ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ

વડોદરા: વડોદરાના સૌથી વ્યસ્ત ગણાતા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આજે  ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાહી થતાં એક વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, બસ સ્ટેશનના ઉપરના હિસ્સામાં આવેલું બાંધકામ અચાનક તૂટી પડતાં ત્યાં હાજર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ભારે સ્ટ્રક્ચર નીચે ધરાશાયી થતાં લોકો ભયભીત થઈ તાત્કાલિક બહાર નીકળવા દોડી પડ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.

ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળ ખસેડીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ હજુ વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે બચાવ કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે.

પોલીસે સુરક્ષાના કારણોસર સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને સામાન્ય જનતાને ત્યાંથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. બસ સ્ટેશનમાં આવનજાવન પર પણ તાત્કાલિક અસર પડી છે અને કેટલીક બસ સેવાઓમાં વિક્ષેપ નોંધાયો છે.

આ દુર્ઘટનાના કારણો અંગે હજી સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ પ્રાથમિક રીતે બાંધકામની નબળી સ્થિતિ કે જાળવણીના અભાવને કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.