Get News Alerts

Never miss breaking news updates.

ચીખલીના વાંઝણા ગામે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈએ મેલડી માતાના દર્શન કર્યા

ભાજપના ગુજરાતના અધ્યક્ષ જગદીશભાઈએ આજે ચીખલીમાં આવેલા શ્રી મેલડી માતાજીના મંદિરે જઈને દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. જેના લીધે મંદિરમાં મોટી સંખ્યમાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Apr 2026 03:23 PM IST
ચીખલીના વાંઝણા ગામે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈએ મેલડી માતાના દર્શન કર્યાચીખલીના વાંઝણા ગામે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈએ મેલડી માતાના દર્શન કર્યા

ચીખલી: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામે આવેલ શ્રી મેલડી માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે તેમણે રાજ્ય અને દેશની સમૃદ્ધિ તેમજ સર્વ જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મંદિરે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને ગામલોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

પ્રદેશ અધ્યક્ષે કાર્યકરો સાથે સંવાદ સાધી સંગઠન મજબૂત બનાવવા તેમજ આવનારા કાર્યક્રમોને લઈ માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તેમણે ધાર્મિક સ્થળોની મુલાકાતથી સમાજમાં સકારાત્મક ઉર્જા અને એકતા વધે છે તેવું જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ભાજપના સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.