Get News Alerts

Never miss breaking news updates.

સોશિયલ મીડિયા સ્ટાર્સે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારી બાજી, ભાજપની રણનીતિ સફળ

શું સોશિયલ મીડિયા સ્ટાર્સના આધારે ચૂંટણી જીતી શકાય? હવે આ સવાલનો સ્પષ્ટ જવાબ મળી ગયો છે. તાજેતરના પરિણામોમાં જોવા મળ્યું છે કે અનેક સોશિયલ મીડિયા સ્ટાર્સ પાર્ટીની અપેક્ષાઓ પર ખરા ઉતરી જીત મેળવી છે. આર.જે આભાને છોડીને ઘણા ઇન્ફ્લુએન્સર્સે શાનદાર પ્રદર્શન કરીને જીતનો ડંકો વગાડ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 28 Apr 2026 03:35 PM IST
સોશિયલ મીડિયા સ્ટાર્સે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારી બાજી, ભાજપની રણનીતિ સફળસોશિયલ મીડિયા સ્ટાર્સે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારી બાજી, ભાજપની રણનીતિ સફળ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો સવાલ ઉઠ્યો હતો કે શું સોશિયલ મીડિયા સ્ટાર્સના આધારે ચૂંટણી જીતી શકાય? હવે આ સવાલનો સ્પષ્ટ જવાબ મળી ગયો છે. તાજેતરના પરિણામોમાં જોવા મળ્યું છે કે અનેક સોશિયલ મીડિયા સ્ટાર્સ પાર્ટીની અપેક્ષાઓ પર ખરા ઉતરી જીત મેળવી છે. આર.જે આભાને છોડીને ઘણા ઇન્ફ્લુએન્સર્સે શાનદાર પ્રદર્શન કરીને જીતનો ડંકો વગાડ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકાના વોર્ડ નંબર-7માંથી ભાજપે રાજલ બારોટને ટિકિટ આપી હતી, જેમાં તેમણે 2313 મતોથી જીત મેળવી છે. લોકસંગીત માટે જાણીતા અને સ્વર્ગસ્થ મણિરાજ બારોટની પુત્રી તરીકે ઓળખાતા રાજલ બારોટ હવે રાજકારણના મેદાનમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. તેમની આગળની રાજકીય સફર પર સમગ્ર રાજ્યની નજર રહેશે.

ઉત્તર ગુજરાતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નેહા સુથારે પણ મોટી જીત નોંધાવી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર તેમણે 1390 મતોથી વિજય મેળવ્યો. મોડલિંગ અને સિંગિંગ ક્ષેત્રે જાણીતા નેહા સુથાર માટે આ ત્રીજી ઓળખ હવે રાજકારણમાં સફળતા રૂપે સામે આવી છે.

તે જ રીતે, પોર બેઠક પરથી ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર પર વિશ્વાસ મૂક્યો હતો, જે સફળ સાબિત થયો. અંકિતા પરમારે ચૂંટણી જીતીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા પણ તેમની જીતમાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે આ તમામ સ્ટાર્સ માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, પરંતુ ગાયકી, મોડલિંગ અને ગ્લેમર ક્ષેત્રમાં પહેલેથી જ ઓળખ ધરાવે છે. સોશિયલ મીડિયા તેમની લોકપ્રિયતાનું એક વધારાનું સાધન બની રહ્યું છે, જેને તેઓએ રાજકીય સફળતામાં રૂપાંતરિત કર્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.