Get News Alerts

Never miss breaking news updates.

નિકોલમાં પાન પાર્લર પર તસ્કરોનો હાથ સાફ: રોકડ સહિત 36 હજારનો મુદ્દામાલ ચોરી ગયો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફરી ચોરીની ઘટના સામે આવી છે. રસપાન ચાર રસ્તા પાસે આવેલ પાન પાર્લરને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ સહિત પાન મસાલા અને સિગરેટની ચોરી કરતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 May 2026 03:28 PM IST
નિકોલમાં પાન પાર્લર પર તસ્કરોનો હાથ સાફ: રોકડ સહિત 36 હજારનો મુદ્દામાલ ચોરી ગયોનિકોલમાં પાન પાર્લર પર તસ્કરોનો હાથ સાફ: રોકડ સહિત 36 હજારનો મુદ્દામાલ ચોરી ગયો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાન પાર્લરમાં ચોરીની ઘટના સામે આવતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. રસપાન ચાર રસ્તા પાસે આવેલ રતન પાન પાર્લરને નિશાન બનાવી તસ્કરોએ રોકડ રકમ સાથે પાન મસાલા અને સિગરેટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ ચોરોએ દુકાનમાં ઘુસી કુલ અંદાજે રૂ.36 હજારનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. સવારે દુકાનદાર દુકાન ખોલવા પહોંચતા ચોરીની ઘટનાનો ખુલાસો થયો હતો, જેને લઈને વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા નિકોલ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ બનાવને લઈને વેપારીઓમાં સુરક્ષાને લઈ ફરી સવાલો ઉભા થયા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.