Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં મર્સિડીઝમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર

સરખેજ વિસ્તારમાંથી એક મર્સિડીઝ કારમાંથી અજાણ્યા શખ્સની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ વાતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. લાશ કોની છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.
Admin
AdminUpdated on: 27 Mar 2026 02:19 PM IST
અમદાવાદમાં મર્સિડીઝમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચારઅમદાવાદમાં મર્સિડીઝમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આજે બિનવારસી ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી દીધી. સરખેજમાં આવેલી એલ જ કોલેજ પાસે આવેલા ગેરેજમાં મર્સિડીઝ કારમાંથી અંદાજે 40 વર્ષની ઉમરના વ્યક્તિનો મૃતદેહ મળ્યો.

સ્થળ પર પહોંચી સરખેજ પોલીસએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને આગળની તપાસ હાથ ધરી. સ્થાનિક નાગરિકોની વિગતો અનુસાર લાશ ઘણી મહિનાથી અહીં બિનવારસી સ્થિતિમાં પડી હોવાની શક્યતા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે આ કાર ગેરેજવાળાની છે, પરંતુ મૃતકની ઓળખ હજી કરવામાં આવી નથી. મૃતદેહને આગળની તપાસ અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

સ્થિતિને ધ્યાને લઈને પોલીસે આસપાસના CCTV ફૂટેજ અને ગેરેજના માલિક સહિત સંલગ્ન લોકોની પૂછપરછ શરૂ કરી છે. ઘટના અંગે વધુ વિગત આવતા સમાચાર અપડેટ કરવામાં આવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.