Get News Alerts

Never miss breaking news updates.

ટિકિટ પહેલા જ ખાનપુર ભાજપ ઓફિસ પર સિક્યુરિટી કડક

અમદાવાદ સ્થાનિક ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને કેટલાક શહેરોમાં તો નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તે લઈને અમદાવાદ ખાનપુર વિસ્તારમાં આવેલી ભાજપની ઓફિસમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાજપ કાર્યલયમાં ઓળખીતા તેને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
Admin
AdminUpdated on: 10 Apr 2026 03:01 PM IST
ટિકિટ પહેલા જ ખાનપુર ભાજપ ઓફિસ પર સિક્યુરિટી કડકટિકિટ પહેલા જ ખાનપુર ભાજપ ઓફિસ પર સિક્યુરિટી કડક

ફાઈલ ફોટો

અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત થતા જ શહેરમાં ઉત્સાહ સાથે રાજકીય ચંચળતા પણ વધી છે. ટિકિટ કપાતા કેટલાક દાવેદારોમાં નારાજગી પણ જોવા મળી રહી છે, જ્યારે ઘણા વોર્ડમાં હજી ઉમેદવારોની જાહેરાત બાકી છે.

આ વચ્ચે, ટિકિટ જાહેર થાય તે પહેલાં જ શહેરના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવાઈ છે. કાર્યાલય પર આવતા દરેક વ્યક્તિનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ઓળખપત્ર (ID) તપાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

પોલીસને સૂચના આપવામાં આવી છે કે માત્ર પરિચિત અને અધિકૃત વ્યક્તિઓને જ કાર્યાલયમાં પ્રવેશ આપવામાં આવે. સુરક્ષાના ભાગરૂપે દરેકની સઘન તપાસ બાદ જ અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કોંગ્રેસ કાર્યાલય પર સુરક્ષા ગોઠવાતી હોય છે, પરંતુ આ વખતે ભાજપ કાર્યાલય પર પણ સુરક્ષા વધારવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.