Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગર પાલજ નજીક સ્કૂલવાન પલટી મારતા 4 બાળકો ઈજાગ્રસ્ત

ગાંધીનગર સ્કૂલવાનમાં કુલ 16 બાળકો સવાર હતા. વાન અચાનક પલટી મારી જતા સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટનામાં 4 બાળકોને ઈજા પહોંચી હતી, જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 Apr 2026 05:32 PM IST
ગાંધીનગર પાલજ નજીક સ્કૂલવાન પલટી મારતા 4 બાળકો ઈજાગ્રસ્તગાંધીનગર પાલજ નજીક સ્કૂલવાન પલટી મારતા 4 બાળકો ઈજાગ્રસ્ત

ગાંધીનગર: ગાંધીનગરના ગિફ્ટ સિટી સર્કલથી પાલજ જવાના માર્ગ પર આજે એક સ્કૂલવાન અચાનક પલટી મારી જતા અંદર સવાર બાળકોને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, સ્કૂલવાનમાં કુલ 16 બાળકો સવાર હતા. વાન અચાનક પલટી મારી જતા સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટનામાં 4 બાળકોને ઈજા પહોંચી હતી, જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા સ્કૂલ તંત્રના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી.

હાલ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.