ધારી નજીક સ્કૂલ બસ અકસ્માત: 10 જેટલા વિદ્યાર્થીઓને ઇજા, મોટી દુર્ઘટના ટળી



ધારી નજીક સ્કૂલ બસ અકસ્માત: 10 જેટલા વિદ્યાર્થીઓને ઇજા, મોટી દુર્ઘટના ટળી



ધારી: ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક સ્કૂલ બસને અકસ્માત નડતાં 8થી 10 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે.

મળતી માહિતી મુજબ, ગોપાલગ્રામ OPZ હાઈસ્કૂલની વિદ્યાર્થી ભરેલી બસ ચલાલાથી ગોપાલગ્રામ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક બસનું સ્ટિયરિંગ રોડ તૂટી જતા બસ નિયંત્રણ ગુમાવી રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી.

અકસ્માત બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ચલાલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 5 જેટલા વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. સાથે જ ધારાસભ્ય જે.વી. કાકડીયા અને પાલિકા પ્રમુખ જયરાજ વાળા પણ હોસ્પિટલ ખાતે પહોંચી વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.
આ ઘટનામાં મોટી જાનહાની ટળી જતા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.




