Get News Alerts

Never miss breaking news updates.

બિહારમાં સમ્રાટ કેબિનેટનો વિસ્તરણ: નીતિશના પુત્ર સહિત 32 મંત્રીઓએ લીધા શપથ

બિહારમાં સમ્રાટ ચૌધરી સરકારના પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં રાજકીય શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. પટનામાં યોજાયેલા ભવ્ય સમારોહમાં નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર સહિત 32 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે Narendra Modi અને Nitish Kumar
Rahul Desai
Rahul DesaiUpdated on: 07 May 2026 01:35 PM IST
બિહારમાં સમ્રાટ કેબિનેટનો વિસ્તરણ: નીતિશના પુત્ર સહિત 32 મંત્રીઓએ લીધા શપથબિહારમાં સમ્રાટ કેબિનેટનો વિસ્તરણ: નીતિશના પુત્ર સહિત 32 મંત્રીઓએ લીધા શપથ

બિહાર: નવી કેબિનેટમાં ભાજપના 15, JDUના 13, LJP(R)ના 2 તેમજ HAM અને RLMના એક-એક મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં નિશાંત કુમાર, શ્રવણ કુમાર, વિજય સિંહા, લેસી સિંહ અને દિલીપ જયસ્વાલે શપથ લીધા.

કાર્યક્રમમાં PM મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. PM મોદીનું પટના એરપોર્ટથી ગાંધી મેદાન સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો.

સમારોહ બાદ મંચ પર PM મોદીએ નીતિશ કુમારને પોતાની પાસે બોલાવી હાથ મિલાવ્યો હતો. આ દરમિયાન નીતિશ કુમારે પણ વડાપ્રધાનના ખભા પર હાથ મૂકતા બંને નેતાઓ વચ્ચે ખાસ નજીકતા જોવા મળી હતી.

કેબિનેટ વિસ્તરણની મુખ્ય હાઈલાઈટ્સ
JDUમાંથી 3 નવા ચહેરા: નિશાંત કુમાર, બુલો મંડલ અને શ્વેતા ગુપ્તા
ભાજપમાંથી 5 નવા ચહેરા: મિથિલેશ તિવારી, રામચંદ્ર પાસવાન, અરુણ શંકર પ્રસાદ, નંદ કિશોર રામ અને એન્જિનિયર શૈલેન્દ્ર
સમ્રાટ સરકારનું જાતિગત સમીકરણ: EBC-10, OBC-6, દલિત-7, સવર્ણ-9 અને મુસ્લિમ-1
કેબિનેટમાં કુલ 5 મહિલા મંત્રીઓ, જેમાંથી 3 JDUમાંથી
ગાંધી મેદાન ખાતે ત્રણ વિશાળ સ્ટેજ બનાવાયા
ભાજપ કાર્યાલય બહાર “હરે રામ-હરે કૃષ્ણ”ના ભજન-કીર્તનનું આયોજન
પટનામાં “ભગવામય, અંગ, બંગ અને કલિંગ” થીમ આધારિત પોસ્ટરો લગાવવામાં આવ્યા
PM મોદીના સ્વાગત માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.