Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના એસ.જી. હાઈવે પર સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી

મકરબા વિસ્તારમાં આવેલી જાણીતી ‘સોલિટેર બિલ્ડિંગ’ના ત્રીજા માળે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ફેલાતાં ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 May 2026 03:37 PM IST
અમદાવાદના એસ.જી. હાઈવે પર સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ લાગીઅમદાવાદના એસ.જી. હાઈવે પર સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી

અમદાવાદ,: અમદાવાદના સૌથી વ્યસ્ત એસ.જી. હાઈવે પર શુક્રવારે બપોરે મોટી આગની ઘટના સામે આવી છે. મકરબા વિસ્તારમાં આવેલી જાણીતી ‘સોલિટેર બિલ્ડિંગ’ના ત્રીજા માળે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ફેલાતાં ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી.

આગની તીવ્રતા એટલી વધુ હતી કે બિલ્ડિંગના બહારના ભાગે લાગેલા મોટા કાચ ધડાકાભેર તૂટી નીચે પડવા લાગ્યા હતા, જેના કારણે આસપાસ ઉભેલા લોકો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને રાહદારીઓ સ્થળ પર એકત્રિત થયા હતા.

ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ છે.

પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.