રિવાબાનો આત્મવિશ્વાસ: ‘પરિણામે ભાજપ જ જીતશે



રિવાબાનો આત્મવિશ્વાસ: ‘પરિણામે ભાજપ જ જીતશે



રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજકોટ શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતે નારી શક્તિ બિલ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ચૂંટણીને લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રિવાબા જાડેજાએ રાજકોટ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલી પોતાની નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી. નયનાબા રાજકોટના વોર્ડ નંબર 2માંથી મેદાનમાં છે અને તેઓ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન છે.
મીડિયા સાથે વાત કરતાં રિવાબાએ કહ્યું કે, “ચૂંટણી લડનાર દરેકને શુભેચ્છા, પરંતુ જીત ભાજપની જ થશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપના કાર્યકર્તાઓ પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે અને 26 તારીખે પરિણામ જાહેર થશે ત્યારે ભાજપ જ જીતશે.
રાજકોટમાં પરિવાર અને રાજકારણ વચ્ચેનો આ મુકાબલો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે હવે પરિણામો પર સૌની નજર ટકેલી છે.




