Get News Alerts

Never miss breaking news updates.

મતદાન પૂર્વે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો, સીંગતેલમાં બે દિવસમાં ₹100 સુધીનો ઉતારો

મતદાન પહેલા જ ખાદ્યતેલના ભાવમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં 15 કિલોના ડબ્બે આશરે રૂ 100નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કપાસિયા તેલમાં રૂ 50 થી 75 રૂપિયાનો ઘટાડો થયો છે. પામોલિન તેલમાં 100 થી 125 સુધીનો વધારો નોંધાયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Apr 2026 04:31 PM IST
મતદાન પૂર્વે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો, સીંગતેલમાં બે દિવસમાં ₹100 સુધીનો ઉતારોમતદાન પૂર્વે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો, સીંગતેલમાં બે દિવસમાં ₹100 સુધીનો ઉતારો

ફાઈલ ફોટો

ગુજરાત: રાજ્યમાં મતદાનની તારીખ નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં રાહત જોવા મળી રહી છે. ખાસ કરીને સીંગતેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં 15 કિલોના ડબ્બે આશરે ₹100નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, કપાસિયા તેલમાં ₹50થી ₹75 સુધીનો ઘટાડો થયો છે, જ્યારે પામોલિન તેલમાં ₹100થી ₹125 સુધીનો ઉતારો નોંધાયો છે. સનફલાવર તેલમાં પણ આશરે ₹100નો ઘટાડો નોંધાતા ગ્રાહકોને થોડોક રાહતનો અહેસાસ થયો છે.

છેલ્લા એક સપ્તાહ દરમિયાન સરેરાશ ખાદ્યતેલના ભાવમાં ₹100 જેટલો ઘટાડો નોંધાયો છે. બજાર વિશ્લેષકોના કહેવા મુજબ, મગફળીની આવક પૂરતા પ્રમાણમાં થવાને કારણે સપ્લાય વધ્યો છે, જે ભાવ ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ, યુદ્ધ જેવી સ્થિતિ અને વધતી માંગને કારણે ખાદ્યતેલના ભાવમાં તેજી જોવા મળી હતી. હવે સપ્લાય સુધરતા બજારમાં સ્થિરતા આવી રહી છે.

ભાવમાં ઘટાડાને કારણે ઘરખર્ચ પર થોડો બોજ ઓછો થશે તેવી ગ્રાહકોમાં આશા વ્યક્ત થઈ રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.