રાજકોટમાં વધુ એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ, આરોપીની ધરપકડ



રાજકોટમાં વધુ એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ, આરોપીની ધરપકડ



Rajkot Police: રાજકોટ શહેરમાં થોડા સમય અગાઉ કોન્સ્ટેબલ અમિતસિંહ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ વધુ એક પોલીસકર્મી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં ટ્રાફિક બ્રાંચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઈમરાન હબીબ રાઉમાએ દોઢ વર્ષ સુધી અનેક વખત બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી મહિલાની પાંચ વર્ષની માસૂમ પુત્રી સાથે પણ અડપલાં કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલે યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી અવારનવાર ફરિયાદીને તેની પાંચ વર્ષની પુત્રીને આફ્રિકામાં વેચી દેવા માટે ધમકી આપી ધર્મપરિવર્તન કરવા દબાણ કરતો હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




