Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ મનપા ચૂંટણીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં, EVM વિતરણ પ્રક્રિયા શરૂ

રાજકોટમાં ચૂંટણીને લઈને વહીવટી તંત્ર એક્શમાં આવી ગયુ છે. અત્યારથી જ ઈવીએમની વિતરણની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જેમાં 18 વોર્ડમાં 72 બેઠકો માટે જંગ જામશે. તેના માટે 1014 મતદાન મથકો તૈયારી કરી દેવામાં આવી છે. દરેક રીટનિંગ ઓફિસરમાં ત્રણ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 Apr 2026 12:28 PM IST
રાજકોટ મનપા ચૂંટણીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં, EVM વિતરણ પ્રક્રિયા શરૂરાજકોટ મનપા ચૂંટણીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં, EVM વિતરણ પ્રક્રિયા શરૂ

 

રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં રાજકીય માહોલ ગરમ બન્યો છે. ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે કસરત તેજ કરી દીધી છે. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને વહીવટી તંત્ર પણ સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

રાજકોટ મનપાની ચૂંટણીમાં કુલ 18 વોર્ડની 72 બેઠકો માટે જંગ જામશે. આ માટે તંત્ર દ્વારા 1014 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમની વિતરણ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે, જેને અલગ અલગ છ સેન્ટરોમાં મોકલવામાં આવી રહ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક રીટર્નિંગ ઓફિસરને ત્રણ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી સમગ્ર પ્રક્રિયાની કડક દેખરેખ રાખી શકાય.

આ અંગે નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્યએ જણાવ્યું હતું કે 18 વોર્ડની 72 બેઠકો માટે તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી રહી છે. ઈવીએમનું ડિસ્પેચ અલગ અલગ સેન્ટરો પર કરવામાં આવી રહ્યું છે અને દરેક સેન્ટર પર અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે એક અધિકારીને ત્રણ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થઈ શકે.

તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે અને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.