Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ-ધોરાજી હાઈવે પર ખાનગી બસ પલટી: 19 મુસાફરો ઈજાગ્રસ્ત

રાજકોટ ધોરાજી હાઈવે પાસે એક ખાનગી બસે કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી. તેના અંદર બેઠેલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જ્યારે બસે પલટી મારી ત્યારે અંદર બેઠેલા લોકોએ બૂમા બૂમ કરતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. બસના અંદર બેઠેલા લોકોને બહાર કાઢ્યા હતા. જે લોકોને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
Admin
AdminUpdated on: 28 Mar 2026 12:42 PM IST
રાજકોટ-ધોરાજી હાઈવે પર ખાનગી બસ પલટી: 19 મુસાફરો ઈજાગ્રસ્તરાજકોટ-ધોરાજી હાઈવે પર ખાનગી બસ પલટી: 19 મુસાફરો ઈજાગ્રસ્ત

રાજકોટમાં આજે ધોરાજી  હાઈવે પાસે ટ્રાવેલ બસ પનઘટ હોટલ પાસે પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે અંદર બેઠેલા મુસાફરોને ઈજા પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો તેમની મદદ દોડી આવ્યા હતા. તાત્કાલિક 108ને ફોન કરીને નજીકની હોસ્પિટલ ખાતે લઈ જાવમાં આવ્યા હતા. આ વાતની જાણ થતા પોલસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી  અક્સમાત કેમ થયો તેની તપાસ હાથ ધરવામાં આવ્યો છે.

માહિતી મુજબ, બસ ધાંગધ્રાથી ધોરાજી તરફ જઈ રહી હતી ત્યારે ચાલકે અચાનક કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બસમાં કુલ અંદાજે 25 મુસાફરો સવાર હતા, જેમાંથી 19 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

અકસ્મતમાં બુમાબુમ મચી જતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મુસાફરોને બસમાંથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, બસ કાબુ ગુમાવતા રસ્તા પર ઉભેલી બે બાઈકને પણ અડફેટે લીધી હોવાની વિગતો સીસીટીવી ફૂટેજમાં સામે આવી છે.

હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.