વડાપ્રધાન મોદી 11 મેના રોજ ગુજરાત પ્રવાસે: વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કરશે



વડાપ્રધાન મોદી 11 મેના રોજ ગુજરાત પ્રવાસે: વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કરશે



વડોદરા: નરેન્દ્ર મોદી 11 મેના રોજ ગુજરાત પ્રવાસે આવશે, જ્યાં તેઓ વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કરશે.
માહિતી મુજબ, આશરે ₹150 કરોડના ખર્ચે નિર્માણ પામેલ દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનું ઉદ્ઘાટન પણ આ પ્રસંગે કરવામાં આવશે. લગભગ 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સંકુલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
આ કાર્યક્રમ દરમિયાન પાટીદાર સમાજ દ્વારા વડાપ્રધાન મોદીને ‘સરદાર રત્ન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. ત્રિપલ તલાક સહિતના વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર કરવામાં આવેલી કામગીરી બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવશે.
કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિત અનેક અગ્રણીઓ હાજર રહેશે.
વડોદરાના વાઘોડિયા ક્રોસિંગ નજીક આવેલા સરદારધામ ખાતે 11 મેના રોજ સાંજે 4:30 વાગ્યે કાર્યક્રમ યોજાશે, જેને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.




