રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 થી 5 ઓગસ્ટ સુધી ઓડિશાની મુલાકાતે, રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 થી 5 ઓગસ્ટ સુધી ઓડિશાની મુલાકાતે, રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ


ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3થી 5 ઓગસ્ટ દરમિયાન ઓડિશાની મુલાકાતે રહેશે. રાષ્ટ્રપતિના આગમન પહેલાં રાજ્ય પ્રશાસને તૈયારીઓનો અંતિમ તબક્કો પૂર્ણ કરી લીધો છે અને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
સત્તાવાર કાર્યક્રમ અનુસાર, રાષ્ટ્રપતિ મુર્મુ 3 ઓગસ્ટે કટક સ્થિત જગદગુરુ કૃપાળુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ 4 ઓગસ્ટે તેઓ રેલ માર્ગે ભુવનેશ્વરથી બેરહામપુર પહોંચશે. અહીંથી તેઓ તપ્તપાણી ખાતે માં કંધુની દેવી મંદિર અને શિવ મંદિરમાં દર્શન તથા આરતીમાં ભાગ લેશે.
રાષ્ટ્રપતિની મહત્વપૂર્ણ મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન, ઓડિશા પોલીસ અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની વ્યાપક સમીક્ષા કરવામાં આવી રહી છે. મુલાકાત દરમિયાન કોઈ પ્રકારની અડચણ ન આવે તે માટે દરેક સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ઓડિશાના મુખ્ય સચિવ અનુ ગર્ગની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે કટક, ખુર્દા અને ગંજામ જિલ્લાઓમાં રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને કરવામાં આવેલી તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું.
બેરહામપુરના પોલીસ અધિક્ષક શ્રવણ વિવેક એમ.એ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કાર્યક્રમ પહેલાં સુરક્ષા વ્યવસ્થાની રિહર્સલ પણ કરવામાં આવશે.
મુખ્ય સચિવે રાષ્ટ્રપતિની સ્પેશિયલ ટ્રેન સાથે ભુવનેશ્વર અને બેરહામપુર રેલવે સ્ટેશનો પર સ્વચ્છતા અને સુરક્ષા જાળવવા પર પણ ભાર મૂક્યો હતો. તમામ વિભાગો અને એજન્સીઓને સંકલન સાથે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 3 થી 5 ઓગસ્ટ દરમિયાન ઓડિશાની મુલાકાતે રહશે. રાષ્ટ્રપતિના આગમન પહેલાં રાજ્ય પ્રશાસને તૈયારીઓનો અંતિમ તબક્કો પૂર્ણ કરી લીધો છે અને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. સત્તાવાર કાર્યક્રમ અનુસાર, રાષ્ટ્રપતિ મૂર્મુ




