Get News Alerts

Never miss breaking news updates.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવન ખાતે ડૉ. આંબેડકરને અર્પી પુષ્પાંજલિ, રાજ્યપાલ દેવવ્રત પણ ઉપસ્થિત

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે સમગ્ર કાર્યક્રમમાં ગૌરવપૂર્ણ વાતાવરણ છવાયું હતું અને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આંબેડકરના યોગદાનને યાદ કર્યું હતું.
Admin
AdminUpdated on: 14 Apr 2026 02:53 PM IST
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવન ખાતે ડૉ. આંબેડકરને અર્પી પુષ્પાંજલિ, રાજ્યપાલ દેવવ્રત પણ ઉપસ્થિતરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવન ખાતે ડૉ. આંબેડકરને અર્પી પુષ્પાંજલિ, રાજ્યપાલ દેવવ્રત પણ ઉપસ્થિત

ગુજરાત મુલાકાત દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે સમગ્ર કાર્યક્રમમાં ગૌરવપૂર્ણ વાતાવરણ છવાયું હતું અને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આંબેડકરના યોગદાનને યાદ કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પણ ડૉ. આંબેડકરના પોટ્રેટ સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે આંબેડકરના સમાનતા, ન્યાય અને બંધારણીય મૂલ્યોને દેશના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.

લોકભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામે મળીને ભારત રત્ન ડૉ. આંબેડકરના પોટ્રેટને પુષ્પ અર્પણ કરીને તેમને નમન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આંબેડકરના વિચારો અને દેશપ્રતિ તેમના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાની પ્રેરણા લીધી અને સમાજમાં સમાનતા તથા એકતાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

AUTHOR
Admin

Admin

Author details are not available.