Get News Alerts

Never miss breaking news updates.

પોલીસે સરખેજ હાઇવે પર ગોડાઉનમાંથી ₹1.74 લાખનો બિયરનો જથ્થો પકડાયો: 792 નંગ બોટલ જપ્ત

સરખેજ પોલીસ બાતમી દ્વારા સાણંદ અને સરખેજ હાઈવે પર આવેલા મણીયારા વન્ડરલેન્ડ એસ્ટેટના ગોડાઉન નંબર 10માં બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. તેવી માહીતી મળતા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળ પરથી 1.74 લાખનો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. અને હાલ અજાણ્યા શખ્સ સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કરવામાં આવી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Apr 2026 11:29 AM IST
પોલીસે સરખેજ હાઇવે પર ગોડાઉનમાંથી ₹1.74 લાખનો બિયરનો જથ્થો પકડાયો: 792 નંગ બોટલ જપ્તપોલીસે સરખેજ હાઇવે પર ગોડાઉનમાંથી ₹1.74 લાખનો બિયરનો જથ્થો પકડાયો: 792 નંગ બોટલ જપ્ત

અમદાવાદ: સરખેજમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર પોલીસનો દરોડો, ₹1.74 લાખની કિંમતની બિયરની 792 બોટલ ઝડપાઇ  શહેરમાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાના પગલે સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે સાણંદ-સરખેજ હાઇવે પર આવેલા એક ગોડાઉનમાંથી વિદેશી બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

ગુજરાત ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ચાલતું હતું નેટવર્ક

સરખેજ પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ મનોજભાઈ ભરતભાઈ અને રવિરાજસિંહ રણજીતસિંહને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ સાણંદ-સરખેજ હાઇવે પર આવેલા મણીયાર વન્ડરલેન્ડ એસ્ટેટના ગોડાઉન નંબર-01, 'ગુજરાત ટ્રાન્સપોર્ટ સર્વિસ' ખાતે બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે તુરંત દરોડો પાડી તપાસ હાથ ધરતા ત્યાંથી બિયરની પેટીઓ મળી આવી હતી.

કુલ ₹1.76 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:બિયરની બોટલો: કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર (500ml) ના કુલ 792 ટીન, જેની કિંમત ₹1,74,240 થાય છે.અન્ય સામગ્રી: ₹2,000ની કિંમતના 4 લોખંડના પીપડા અને બિલ્ટી સહિત કુલ ₹1,76,240નો મુદ્દામાલ કબજે લેવાયો છે.

મુંબઈથી ગાંધીધામ જતો હતો 
જથ્થોપ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બિયરનો જથ્થો મુંબઈના વસઈ ઈસ્ટ વિસ્તારમાંથી કોઈ અજાણ્યા શખ્સે મોકલ્યો હતો. આ જથ્થો ગાંધીધામના કોઈ શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે હાલમાં આ મોકલનાર અને મેળવનાર બંને અજાણ્યા શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 81, 83, અને 116(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.આર. બોળીયા, એએસઆઈ રવિન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ લાભુભાઈ, ઘનશ્યામસિંહ અને કોન્સ્ટેબલ બળવંતસિંહ, મનોજભાઈ, રવિરાજસિંહ સહિતની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.