દેવભૂમિ દ્વારકામાં ચૂંટણની ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વો સામે પોલીસનો કડક વોચ



દેવભૂમિ દ્વારકામાં ચૂંટણની ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વો સામે પોલીસનો કડક વોચ



દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તારેબાજુ ધમપછાળ જોવા મળી રહી છે. તેવામાં પોલીસ દ્વારા પણ તૈયારી કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં કોઈપણ પ્રકારની શાંતિભંગના થાય તે માટે પોલીસે તૈયારીઓ કરી દેવામાં આવી છે. પોલીસના અધિકારીઓ ભાણવડ વિસ્તારમાં જુગારીઓ, બુટલેગરોને કડક ચેતવણી આપવામાં આવી છે. ચૂંટણીના માહિલ વચ્ચે કોઈપણ અઘટના ના બનવી જોઈએ જો આ ઘટના બનશે. તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આવનારી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ સક્રિય બની ગઈ છે અને વિવિધ વિસ્તારોમાં ચેકિંગ તેમજ મોનીટરીંગ વધારવામાં આવ્યું છે.
પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ભાણવડ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરો, જુગારીઓ, MCR અને હિસ્ટ્રીશીટરોને બોલાવી કડક ચેતવણી આપવામાં આવી છે. અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને ચૂંટણી દરમિયાન કોઈ પણ ગેરકાયદેસર હરકત ન કરવા સૂચના આપવામાં આવી છે.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કાયદો ભંગ કરનારાઓ સામે શૂન્ય સહનશીલતા દાખવવામાં આવશે.
જિલ્લામાં અસામાજિક તત્વો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને તેમની હરકતો પર વોચ વધુ તીવ્ર બનાવવામાં આવી છે. પોલીસ તંત્રએ ચેતવણી આપી છે કે શાંતિભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે.




