અમદાવાદના ધનાસુથારની પોળમાં ગંદુ પાણી આવતા રહીશો પરેશાન



AI Image
અમદાવાદના ધનાસુથારની પોળમાં ગંદુ પાણી આવતા રહીશો પરેશાન



AI Image
અમદાવાદ: અમદાવાદમાં હાલ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા ચાલુ થઈ ગઈ છે. અમદાવાદના રીલીફ રોડ ખાતે આવેલા ઘનાસુથારની પોળમાં ગંદુ પાણી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યાના સ્થાનિકોનુ કહેવુ છે કે ગંદા પાણીની જે સમસ્યા વર્ષોથી આવી રહી છે. તેને લઈને સરકાર દ્વારા કાયમી ઉકેલ લાવે તેવી ત્યાના સ્થાનિક લોકોની માગં કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં પાણીની સમસ્યા લઈને પોળ વિસ્તારમાં લોકો દ્વારા ભારે નારાજગી જોવા મળી રહી છે. રીલીફ રોડ ખાતે આવેલા ઘનાસુથારની પોળમાં ગંદુ પાણી આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોળના રહેવાસીઓનું કહેવુ છે કે સવારે જે પીવાનું પાણી આવે છે તે સખત 1 કલાક સુધી ગંધુ પાણી આવતુ હોય છે. તેના કારણે તે પીવા લાયક રહેતુ નથી. તેના લીધે ઘરમાં રોગચાળો ફાટી નિકળે છે. તંત્ર દ્વારા તેને કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે.
અમદાવાદમાં પોળ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ગંદુ પાણી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહે છે. આ ફક્ત 1 પોળનો સવાલ નથી 15 પોળમાં ગંધુ પાણી આવી આવી સમસ્યા આવી રહી છે. જેને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.




