અમદાવાદના શિવરંજ BRTS સ્ટેન્ડમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ



અમદાવાદના શિવરંજ BRTS સ્ટેન્ડમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ



અમદાવાદમાં શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર આજે બપોરે અચાનક આગ લાગવાના બનાવ સર્જાયો. આગ લાગતા જ સ્ટેન્ડમાં મુસાફરો તાત્કાલિક બહાર દોડીને રોડ પર આવી પહોંચ્યા. સ્ટેન્ડ પર આગ ઝડપથી ફેલાતા ઘટના સ્થળ પરઅફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
સ્ટેન્ડ પર આગ લાગેલી ક્ષણ બે બસો ઉભી હતી. મુસાફરો જ્યારે બહાર જવા પ્રયત્ન કરતાં, પરંતુ બસનો દરવાજો ના ખુલતા લોકો બહાર આવી શક્યા ન હતા અને પાછળની બસના ડ્રાઈવરે સમયસર પોતાની બસ સ્ટેન્ડથી દૂર લાવી, જેના કારણે મોટી જાનહાની ટળી. ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગ પરા કાબૂ મેળવ્યો હતો. અને કોઈપણ પ્રકારની જાનહાની થઈ હતી નહી.
આગનું કારણ હજી સ્પષ્ટ થયું નથી અને તેની તપાસ ચાલી રહી છે. આ ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની થઈ નથી, પરતુ તેને લઈને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.




