અમદાવાદમાં મતદાન માટે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના આગમનની સંભાવના



અમદાવાદમાં મતદાન માટે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના આગમનની સંભાવના



અમદાવાદ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. રાજ્યભરમાં રેલીઓ, સભાઓ અને ડોર-ટુ-ડોર કેમ્પેઇન તેજ બન્યું છે.
ચૂંટણી હવે ગણતરીના દિવસોમાં આવી પહોંચી છે, જેને કારણે ઉમેદવારો તેમજ પક્ષના કાર્યકરો સંપૂર્ણ શક્તિ સાથે મેદાનમાં ઉતર્યા છે. ગુજરાતમાં વિવિધ પક્ષોના મોટા નેતાઓ પણ પ્રચાર માટે સતત મુલાકાતો કરી રહ્યા છે.
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. બંને નેતાઓ પોતાના મતવિસ્તારમાં આવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરે તેવી શક્યતા છે.
આ મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને તેમના આગમનથી ચૂંટણીના માહોલમાં વધુ ઉષ્મા વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.




