Get News Alerts

Never miss breaking news updates.

અમેરિકામાં ગુજરાતીની વધુ એક હત્યા, વિજાપુરની પરિણીતાને ગોળી મારી મોતને ઘાટ ઉતારી

અમેરિકામાં ગુજરાતી મહિલાની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહિલા પોતાના સ્ટોર પર હાજર હતા ત્યારે એક માસ્ક પહેરીને શખ્સ સ્ટોરમાં લૂંટના ઈરાદે અંદર ઘૂસ્યો હતો. જ્યારે અંદર આવતા તેને ફાયરિગ ચાલુ કરી દેતા મહિલાને ગોળી વાગતા ઘટના સ્થળ પર મોત થયુ હતુ. ત્યાંથી આરોપી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીના કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 May 2026 10:06 AM IST
અમેરિકામાં ગુજરાતીની વધુ એક હત્યા, વિજાપુરની પરિણીતાને ગોળી મારી મોતને ઘાટ ઉતારીઅમેરિકામાં ગુજરાતીની વધુ એક હત્યા, વિજાપુરની પરિણીતાને ગોળી મારી મોતને ઘાટ ઉતારી

મહેસાણા: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની વતની અને અમેરિકામાં સ્થાયી થયેલી એક ગુજરાતી પરિણીતાની અમેરિકામાં ગોળી મારીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. અમેરિકા ગયેલા ગુજરાતી પરિવાર પર આ દુર્ઘટનાએ આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાને લઈને જંત્રાલ ગામ સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, મહિલા અમેરિકામાં એક સ્ટોર પર હાજર હતી ત્યારે મોઢે માસ્ક બાંધેલો એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસ્યો હતો. સ્ટોરમાં પ્રવેશતા જ શખ્સે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આરોપીએ ગુજરાતી મહિલાને નિશાન બનાવી ગોળીઓ ઝીંકી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

હુમલાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સ્ટોરમાં લગાવાયેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં માસ્કધારી શખ્સ હાથમાં હથિયાર સાથે ફાયરિંગ કરતો સ્પષ્ટ નજરે પડે છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અમેરિકન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તાર સીલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી અને ભારતીય સમુદાયમાં પણ ભારે આક્રોશ અને શોક ફેલાવ્યો છે. પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે જંત્રાલ ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.