આજી ડેમ પાસે ચેકિંગના બહાને ઉઘરાણી કરતા બે નકલી પોલીસ ફરાર
રાજકોટમાં નકલી પોલીસ બંનેની લોકો સામે તોડબાજી કરતા હોવાનો વિડીયો સોશ્યિલ મીડિયા પર વહેતો થયો હતો. રાજકોટમાં આવેલી આજી ડેમ પાસે બે વ્યક્તિ વાહન ચાલકોને રોકીને તેની તલાસીના બહાને તેમના પાસેથી તોડબાજી કરતા હતા. જેથી એક જાગૃત નાગરિકે તેમની પાસે આઈ કાર્ડ માંગતા બે શખ્શો ગંભરાઈ ગયા હતા. પોતાની ગાડીને લઈને રસ્તા પરથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરીને પોતાના સોશ્યિલ મીડિયા પર વાયરલ કરી હતી.

Rahul DesaiUpdated on: 18 Apr 2026 01:23 PM IST

આજી ડેમ પાસે ચેકિંગના બહાને ઉઘરાણી કરતા બે નકલી પોલીસ ફરાર
રાજકોટમાં નકલી પોલીસ બંનેની લોકો સામે તોડબાજી કરતા હોવાનો વિડીયો સોશ્યિલ મીડિયા પર વહેતો થયો હતો. રાજકોટમાં આવેલી આજી ડેમ પાસે બે વ્યક્તિ વાહન ચાલકોને રોકીને તેની તલાસીના બહાને તેમના પાસેથી તોડબાજી કરતા હતા. જેથી એક જાગૃત નાગરિકે તેમની પાસે આઈ કાર્ડ માંગતા બે શખ્શો ગંભરાઈ ગયા હતા. પોતાની ગાડીને લઈને રસ્તા પરથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરીને પોતાના સોશ્યિલ મીડિયા પર વાયરલ કરી હતી.

Rahul Desai
Updated on: 18 Apr 2026 01:23 PM IST

રાજકોટ: શહેરમાં નકલી પોલીસ બની તોડબાજી કરનાર બે શખ્સનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટના આજી ડેમ વિસ્તાર પાસે બની હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, બે વ્યક્તિ રસ્તા પરથી પસાર થતા વાહનોને અટકાવી પોતે પોલીસ હોવાનું જણાવી ચેકિંગના બહાને તોડબાજી કરતા હતા. દરમિયાન એક જાગૃત નાગરિકે તેમની પાસે ઓળખ માટે આઈકાર્ડ માંગતા બંને શખ્સ ગભરાઈ ગયા હતા.
નાગરિકે મોબાઈલમાં વીડિયો બનાવવાનું શરૂ કરતાં જ બંને પોતાની કારમાં બેસીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
પોલીસે બે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે અને તેમની શોધખોળ શરૂ કરી છે.
AUTHOR