Get News Alerts

Never miss breaking news updates.

ઘાટલોડિયામાં સતાધાર જંક્શન પર નવો ફોરલેન ફ્લાયઓવર ખુલ્લો, ટ્રાફિક સમસ્યામાં મળશે મોટી રાહત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ તૈયાર કરાયેલ આ આધુનિક ફ્લાયઓવર શહેરના પશ્ચિમ વિસ્તાર માટે મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ બ્રિજ શરૂ થતાં જ સતાધાર જંક્શન પરનો ભારે ટ્રાફિક દબાણ ઘટશે અને વાહનચાલકોને ઝડપી અને સરળ મુસાફરીનો લાભ મળશે.
Admin
AdminUpdated on: 30 Mar 2026 12:19 PM IST
ઘાટલોડિયામાં સતાધાર જંક્શન પર નવો ફોરલેન ફ્લાયઓવર ખુલ્લો, ટ્રાફિક સમસ્યામાં મળશે મોટી રાહતઘાટલોડિયામાં સતાધાર જંક્શન પર નવો ફોરલેન ફ્લાયઓવર ખુલ્લો, ટ્રાફિક સમસ્યામાં મળશે મોટી રાહત

ઘાટલોડિયામાં સતાધાર જંક્શન પર નવો ફોરલેન ફ્લાયઓવર ખુલ્લો, ટ્રાફિક સમસ્યામાં મળશે મોટી રાહત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ  અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સતાધાર જંક્શન ખાતે નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ તૈયાર કરાયેલ આ આધુનિક ફ્લાયઓવર શહેરના પશ્ચિમ વિસ્તાર માટે મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ બ્રિજ શરૂ થતાં જ સતાધાર જંક્શન પરનો ભારે ટ્રાફિક દબાણ ઘટશે અને વાહનચાલકોને ઝડપી અને સરળ મુસાફરીનો લાભ મળશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફ્લાયઓવર દ્વારા ખાસ કરીને ઓફિસ ટાઈમ દરમિયાન થતી ટ્રાફિક જામીની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓ માટે પણ આ પ્રોજેક્ટ ખૂબ જ લાભદાયી સાબિત થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શહેરોના સુવ્યવસ્થિત વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવા પ્રોજેક્ટ દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ ફ્લાયઓવર શહેરના વિકાસમાં એક વધુ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.