અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળે થશે નવું બાંધકામ, આરોગ્ય વિભાગની દરખાસ્તને મળી મંજૂરી
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના સ્થળે હવે નવું બાંધકામ કરવામાં આવશે. આ જગ્યાએ સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Rahul DesaiUpdated on: 26 May 2026 01:51 PM IST


અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળે થશે નવું બાંધકામ, આરોગ્ય વિભાગની દરખાસ્તને મળી મંજૂરી
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના સ્થળે હવે નવું બાંધકામ કરવામાં આવશે. આ જગ્યાએ સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Rahul Desai
Updated on: 26 May 2026 01:51 PM IST


અમદાવાદ : અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના સ્થળે હવે નવું બાંધકામ કરવામાં આવશે. આ જગ્યાએ સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટને આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને નવા બાંધકામ માટેની દરખાસ્તને પણ સ્વીકૃતિ મળી છે.
મળતી માહિતી મુજબ કુલ 51 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને વહીવટી મંજૂરી મળી છે, જેમાંથી 34 કરોડ રૂપિયા ખાસ બાંધકામ માટે ફાળવવામાં આવ્યા છે.
નવા બાંધકામ માટેના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે, જેથી સમગ્ર કામગીરી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે.
આ નિર્ણય બાદ સ્થળના વિકાસ અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ પ્લેન ક્રેશ સ્થળ અંગે મહત્વના નિર્ણય
- અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્લેન ક્રેશથી ક્ષતિગ્રસ્ત થયેલ સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ બ્લોક અને મેસના સ્થાને નવું બાંધકામ થશે.
- અહીં સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે.
- પ્રોજેક્ટની કુલ કિંમત અંદાજે ₹51.84 કરોડ નક્કી કરવામાં આવી છે.
- વર્ષ 2026-27 માટે ₹34.65 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
પ્રોજેક્ટ સંબંધિત મુખ્ય શરતો
- બાંધકામ માટે S.O.R મુજબ ડિઝાઇન અને નકશા તૈયાર કરવાના રહેશે.
- તમામ કામગીરીમાં PWD મેન્યુઅલના નિયમોનું પાલન ફરજિયાત રહેશે.
- જરૂર પડે તો જમીન સંપાદન અને ક્લિયરન્સ પહેલાં પૂર્ણ કરવાના રહેશે.
- રેલવે, વન અને પર્યાવરણ તથા પ્રદૂષણ બોર્ડની મંજૂરી સમયસર લેવાની રહેશે.
- કોઈ પણ કાનૂની વિવાદ કે લિટિગેશન હોય તો તેનો યોગ્ય નિકાલ કરી જ આગળ કામગીરી કરવી.
- પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે તમામ વિભાગો વચ્ચે સમન્વય રાખવાનો રહેશે.
Ahmedabad Plane CrashNew Construction Project AhmedabadSuper Specialty HostelMedical Hostel and MessHealth Department Approval Gujarat₹51 Crore ProjectGovernment Development ProjectAhmedabad Infrastructure News
AUTHOR




