Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદને આજે મળશે નવા મેયર-ડેપ્યુટી મેયર, રાજકીય ગરમાવો તેજ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે સત્તાના સૌથી મોટા નિર્ણયો જાહેર થવાના છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામોને લઈને રાજકીય અટકળો વચ્ચે આજે બંધ કવર ખુલશે. મેયર પદ માટે હિતેશ બારોટનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે જૈનિક વકીલની ચર્ચા જોરમાં છે. બીજી તરફ ડેપ્યુટી મેયર પદ માટે પણ અનેક દાવેદારો વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. AMCના ટોચના પદાધિકારીઓના નામ જાહેર થવાની આતુરતાનો આજે અંત આવશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 May 2026 09:39 AM IST
અમદાવાદને આજે મળશે નવા મેયર-ડેપ્યુટી મેયર, રાજકીય ગરમાવો તેજઅમદાવાદને આજે મળશે નવા મેયર-ડેપ્યુટી મેયર, રાજકીય ગરમાવો તેજ

ફાઈલ ફોટો

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પદોને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે આજે બંધ કવર ખુલવાના હોવાથી કોર્પોરેશનના નવા પદાધિકારીઓના નામ જાહેર થવાની આતુરતાનો અંત આવશે.

મેયર પદ માટે થલતેજ વોર્ડના હિતેશ બારોટનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. તેમની સાથે ધરમશી દેસાઈ અને જશુ ઠાકોરના નામોની પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે. પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં કોણ મેયર પદ સુધી પહોંચશે તેને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે જૈનિક વકીલનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ ગણાતી આ કમિટીના નેતૃત્વને લઈને પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.

ડેપ્યુટી મેયર પદ માટે ચાંદની પટેલ, અનસૂયા પટેલ અને જૈમીન પટેલ વચ્ચે જોરદાર દાવેદારી જોવા મળી રહી છે. અંતિમ ક્ષણે પાર્ટી હાઈકમાન્ડ કોના નામ પર મહોર મારે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ સાથે જ આજે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો તેમજ AMTSના 8 સભ્યોની નિમણૂક પણ કરવામાં આવશે. AMCના ટોચના પદાધિકારીઓના નામ જાહેર થવાના કારણે આજે કોર્પોરેશનમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.